ગુજરાત યુનિવર્સિટીમાં ગત વર્ષથી ડિફેન્સને લગતા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 18 કોર્ષ છે. આજે ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ છે ત્યારે આ કોર્ષ ચાલુ થયાના બીજા વર્ષમાં 450 લોકોએ એડમિશન લીધું છે. ડિફેન્સના કોર્ષ અત્યારે કોઈ ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં ભણવવામાં આવતા નથી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં જ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત યુનિવર્સિટીને સફળતા મળી છે.
GUએ ગત વર્ષથી ડિફેન્સને લગતા કોર્ષ ભણાવવાનું શરૂ કર્યું
ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં લગભગ ડિફેન્સને લગતા કોર્ષ ભણાવવામાં આવતા નથી. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષથી ડિફેન્સને લગતા કોર્ષ ભણાવવાનું શરૂ કર્યું છે, ત્યારે ઇન્સ્ટીટયુટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચમાં બીજા વર્ષમાં 450થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. ગુજરાતીઓમાં પણ ડિફેન્સ પ્રત્યે ક્રેસ વધ્યો છે જેના પરિણામે ડિફેન્સના કોર્ષમાં એટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે.
ડિપ્લોમા, PG સહિત કુલ 18 કોર્ષ શરૂ
DRDO, IIT-RAM અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ડિફેન્સના કોર્ષ માટે સંસ્થા ચલાવવામાં આવી રહી છે. ડિફેન્સ, મેનેજમેન્ટ, સાયબર સિક્યુરીટી, ડિફેન્સ એનાલીસીસના કોર્ષ અને અન્ય એવિએશન, સર્વેલન્સ અને સિક્યુરીટીના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. ડિપ્લોમાના 10 અને PGના 8 કોર્ષ એમ કુલ 18 કોર્ષ શરુ કરવામાં આવ્યા છે. આ તમામ કોર્ષ 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ અને 3-3 મહિનાના છે. હજુ પણ કોર્ષમાં એડમિશન ચાલુ જ રાખવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.