દિવ્ય ભાસ્કર દ્વારા યોજાયેલા મેગા પ્રોપર્ટી એક્સ્પો 2022ના છેલ્લા દિવસ રવિવારે 4 હજારથી વધુ લોકોએ મુકાલાત લીધી હતી, જેમાં શહેરી વિસ્તારની સાથે પૂર્વ વિસ્તારના લોકો પણ પોતાના ઘર અંગે માહિતી મેળવતા હતા. પૂર્વ વિસ્તારમાં મધ્યમ વર્ગની જરૂરિયાત મુજબના 1, 2 અને 3 બીએચકે મકાનની પૂછપરછ કરતાં લોકો વધુ હતા, જેમાં ટૂ-થ્રી બીએચકેના મકાનની સાથે ખૂલ્લા પ્લોટ સાથેના બંગ્લોઝની સ્કીમની અને ધંધા-રોજગાર માટે દુકાન અને શોપિંગ કોમ્પલેક્સના શોરૂમની પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.
આ એક્સ્પોમાં 30 જેટલા બિલ્ડરો દ્વારા ન્યૂ મણિનગર, રામોલ, વટવા, નારોલ, લાંભા સહિત આસપાસના વિસ્તારોમાં શરૂ કરેલી તેમની વિવિધ સ્કીમની માહિતી લોકોને આપી હતી. ભાસ્કરના અગાઉના એક્સ્પોની ભવ્ય સફળતાની જેમ આ એક્સ્પો પણ ખૂબ સફળ રહ્યો હતો. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકોએ એક્સ્પોની મુલાકાત લીધી હતી. સાંજના સમયે વધુ ભીડ જોવા મળી હતી. અનેક લોકોએ સ્કીમના સ્થળે મુલાકાત લઈ બુકિંગ કરવા આશ્વાસન પણ આપ્યું હતું.
‘8થી 10 ટકા લોકોને પ્રોપર્ટી ખરીદવામાં રસ છે’
ભાસ્કરની આ પહેલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક એરિયામાં આવા એક્સ્પો થવા જોઈએ. એક્સ્પોમાં આવતા લોકોમાંથી 8થી 10 ટકા પ્રોપર્ટી ખરીદીમાં રસ દાખવી રહ્યા છે જે ખૂબ સારી બાબત છે. - દીપક શાહ, પ્રેસિડન્ટ, મણિનગર બિલ્ડર્સ એસોસિએશન
મધ્યમવર્ગને પોષાય તેવી સ્કીમની વધુ ડિમાન્ડ
ભાસ્કરે યોજેલા એક્સ્પો વારંવાર થવા જોઈએ. મણિનગરમાં કદાચ પહેલીવાર એસી હોલમાં નામાંકિત બિલ્ડરોની સ્કીમોની માહિતી રજૂ કરાઇ છે. મધ્યમ વર્ગના લોકોને પોષાય તેવી સ્કીમોની વધુ ડિમાંડ જોવાઈ રહી છે. - શરદ પટેલ, સેક્રેટરી, મણિનગર બિલ્ડર્સ એસો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.