ગણેશ વિસર્જનને લઈ પોલીસ એલર્ટ:અમદાવાદમાં 4 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે, સંવેદનશીલ વિસ્તારોમાં SRP-રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગણેશ વિસર્જનને લઈને શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 4 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખશે. SRP અને રેપિડ એક્શનની ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. આવતીકાલે દિવસ દરમિયાન ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે.

વિસર્જન માટે 46 જેટલી મોટી શોભાયાત્રા શહેરમાં નીકળશે
વિસર્જન માટે 46 જેટલી મોટી શોભાયાત્રા શહેરમાં નીકળશે. સાથે વિસર્જન માટે 57 કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં 15 DCP, 20 ACP, 65 PI, 170 PSI સહિતની પોલીસ ફોર્સ બંદોબસ્તમાં હાજર રહેશે. આ ઉપરાંત 4200 પોલીસ કોન્સ્ટેબલ અને 3450 હોમગાર્ડ જવાન પણ બંદોબસ્તમાં હાજર રહેશે. 11 SRPની કંપની તેમજ 1 રેપિડ એક્શન ફોર્સની ટૂકટી પણ તૈનાત કરવામાં આવી છે.

સાબરમતી નદીમાં વિસર્જન કરી શકાશે નહીં
જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન સાબરમતી નદીમાં કરી શકાશે નહીં. જે પણ વિસર્જન કરવા જશે તે લોકોને AMCના વિસર્જન કુંડમાં ગણપતિ વિસર્જન કરવા પડશે. વિસર્જન વખતે કોઈ અઈચ્છનીય ઘટના ન બને તે માટે દરેક વિસર્જન કુંડ પર AMC અને ફાયરની ટીમ તૈનાત રહશે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડીપ પોઇન્ટ ગોઠવામાં આવશે. તેમજ નદી કિનારાના વિસ્તારમાં SRPની ટીમ તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...