અમદાવાદમાં આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકન નાગરિકના ચેકીંગ દરમિયાન તેની પાસે રહેલ પ્રોટીન પ્રોડક્ટ ખોલતા નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને 4 કિલોથી વધારે કોકેઇન મળી આવ્યું હતું. તેથી NCBએ આફ્રિકન નગરિકની ધરપકડ કરી હતો. આરોપી સામે અગાઉ લોક આઉટ સર્ક્યુલર પણ બહાર પડયું હતું. આતરાષ્ટ્રિય કોકેઇન ટ્રાફિકમાં આ આફ્રિકન પકડાયા બાદ NBCને મહત્વની કળી મળી હોવાનો શકયતા છે.
જોહનીસબર્ગ ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી નકગરિક આજે મોટા પ્રમાણમાં કોકેઇન-ડ્રગ્સ લઈને આવી રહ્યો હોવાની બાતમી NBCને મળી હતી. ડેરેન પિલ્લે નામનો યુવક 11મી ઓગસ્ટ જોહનીસબર્ગ ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠો હતો. આ અગાઉ આ વ્યક્તિ સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું.પરંતુ આજે NBCએ તેને ઝડપી લીધો હતો. જેના સમાનમાંથી પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટ મળ્યા હતા જેમાં આરોપીએ સિલ ખોલીને કોકેઇન ભર્યું હતું ત્યાર બાદ તેને સિફતપૂર્વક સિલ કરી દીધું હતું
3 વર્ષમાં રૂ. 48.50 કરોડનું ડ્રગ્સ પકડાયું
અમદાવાદમાં આવેલ વિદેશી નાગરિક પાસેથી મળી આવેલા કોકેંના જથ્થા બાદ NBCનું માનવું છે કે આગામી દિવસોમાં કોકેનની ઇન્ટરનેશનલ કેરિયરની વધુ સ્ફોટક વિગત બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2018માં નશીલા પદાર્થના 16 કેસ કરીને 6 કરોડના નશીલા પદાર્થ સાથે 29 આરોપીને પકડ્યા હતા. 2019માં 27 કેસ કરીને 59ની ધરપકડ કરી 40 કરોડના નશીલા પદાર્થ કબજે કર્યા હતા. જ્યારે 2020માં 10 કેસ કરીને 26ની ધરપકડ કરી 2.50 કરોડના નશીલા પદાર્થ કબજે કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.