કોરોના વેક્સિન:વેક્સિનેશન મામલે ગુજરાતની વધુ એક સિદ્ધિ, રાજ્યમાં 4 કરોડથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ફાઈલ તસવીર છે - Divya Bhaskar
આ ફાઈલ તસવીર છે
  • રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા 4.93 કરોડમાંથી 4 કરોડ 39 હજારને પ્રથમ ડોઝ અપાયો

સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિન લેવા માટે યોગ્યતા ધરાવતા 18 વર્ષથી ઉપરની વયના 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લાભાર્થીઓમાંથી તમામ વયજૂથના 4 કરોડ 39 હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 20 સપ્ટેમ્બર 2021ને બપોર સુધીમાં આપી દેવામાં આવ્યો છે.

81 ટકાથી વધુ લોકોએ રાજ્યમાં પ્રથમ ડોઝ લીધો
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની ટકાવારી 81.1 ટકા જેટલી થઇ ગઇ છે. 1 કરોડ 68 લાખ 50 હજાર 352 લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આમ, રાજ્યમાં 5.68 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતે દર એક હજારની વસ્તીએ 890 રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં વેક્સિનેશન અન્વયે અગ્રેસરતા દાખવી છે.

PM મોદીના જન્મદિવસે 23.68 લાખ રસીના ડોઝ અપાયા
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક જ દિવસમાં 23.68 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના જન્મદિવસે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં 23 લાખથી વધુને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા હતા.