તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે વસંત પંચમીનો મહાપર્વ છે. આ પર્વને શુભ માનીને આજના દિવસે અનેક પ્રકારના શુભ કાર્યો થાય છે. અખાત્રિજ અને વસંત પંચમી આ બે દિવસ એવા છે જેમાં કોઈ શુભ કાર્ય માટે મુર્હતની જરૂર પડતી નથી. આ દિવસે કરવામાં આવતા કોઈપણ કાર્યને શુભ માનવામાં આવે છે. અગાઉ કોરોના મહામારીને કારણે અનેક લગ્ન પ્રસંગ નહોતા યોજાઈ શક્યા પરંતુ હાલમાં કોરોના ધીમો પડતાં ફરીવાર પ્રસંગો શરુ થઈ ગયાં છે. અમદાવાદમાં આજે 3500 જેટલા લગ્ન પ્રસંગ યોજાવાના છે. અનેક પાર્ટી પ્લોટ અને હોલમાં બુકિંગ પણ આવી રહ્યાં છે.
ક્યાંક સાદાઈથી તો ક્યાંક ધામધૂમથી લગ્ન યોજાઈ રહ્યાં છે
કોરોના કાળમાં અનેક લગ્ન પ્રસંગો યોજાઈ શક્યા નહોતા. સરકારે લગ્ન પ્રસંગ માટે SOP તૈયાર કરી હતી. જેમાં શરુઆતમાં 50 લોકોને ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો. બાદમાં હાલમાં નવી SOP પ્રમાણે લગ્ન પ્રસંગમાં 200 લોકો ઉપસ્થિત રહી શકશે. જેથી લોકો પ્રસંગને વધુ સારી રીતે યોજી શકશે. હાલમાં દરેક પ્રસંગમાં કોરોનાના નિયમોનું પાલન થઈ રહ્યું છે. કેટલાક હોલ અને પાર્ટી પ્લોટમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ સમયે લગ્ન યોજાશે. જ્યારે કેટલીક જગ્યાઓ પર માત્ર એક કે બે લગ્ન યોજાઈ રહ્યાં છે. કોરોનાના ડરને કારણે લોકો ક્યાંક સાદાઈથી પ્રસંગ કરી રહ્યાં છે. જ્યારે નવી SOPમાં વધુ છુટછાટ હોવાથી કેટલાક લોકો ધામધૂમ પૂર્વક લગ્ન પ્રસંગ યોજી રહ્યાં છે.કોરોના કારણે લોકોની જીવન શૈલી તો બદલાઈ સાથેની પ્રસંગો ઉજવવાની રીત પણ બદલાઈ છે.
કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.