તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • More Than 350 Experts Write Letter Not To Demolish IIM Building, Appeals To Kumar Mangalam Birla To Preserve Architectural And Cultural Heritage

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:IIMના બિલ્ડિંગને નહીં તોડવા 350થી વધુ નિષ્ણાતે પત્ર લખ્યો, કુમાર મંગલમ બિરલાને સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસો જાળવવા અપીલ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વર્લ્ડ હેરિટેજ સાઇટ અંગે યુનેસ્કોને એડ્વાઇઝ આપનારી સંસ્થા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટના 350થી વધુ સભ્યોએ આઇઆઇએમ અમદાવાદની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પત્ર લખીને આઇઆઇએમના હિતમાં સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું નુકસાન ન થાય તે માટે બિલ્ડિંગને ન તોડવા જણાવ્યું છે.

IIM કેમ્પસના તમામ બિલ્ડિંગ તેની આગવી ઓળખ ગુમાવી બેસશે
કાઉન્સિલે રજૂઆતમાં જણાવ્યું છે કે, લુઇખ કાહ્ન સાથે જોડાયેલા ઇન્ડિયાન આર્કિટેક બી.વી દોષી અને અનંત રાજે દ્વારા બનાવેલા બિલ્ડિંગનું વૈશ્વિક સ્તરે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ ઘણું મહત્વ રહેલું છે. સમગ્ર પરિસરમાં આવેલા લાઇબ્રેરી, ક્લાસરૂમ, ફેકલ્ટી રૂમ, ધ પ્લાઝા અને સ્ટુડન્ટ્સ ડોરમેટરી વગેરે તમામ બિલ્ડિંગ એક જ પદ્ધતિથી અને યુનિક રીતે ડિઝાઇન કરાયેલા છે. જો ડોરમેટરી બિલ્ડીંગને નવેસરથી રિડેવલપ કરાશે તો પરિસરમાં આવેલ તમામ બિલ્ડિંગની ડિઝાઇન જુદી પડી જશે. આઇઆઇએમની આર્કિટેક્ચરલ અને કલ્ચરલ વેલ્યુ સાથે છેડછાડ થાય તે યોગ્ય નથી. કુદરતી રીતે તમામ ઋતુઓ સાથે કનેક્ટ થાય તેવું બિલ્ડિંગ રિડેવલપ કર્યા પછી તરત મળી શકશે નહીં. આ બિલ્ડિંગનું આર્કિટેક્ચર ડિઝાઇન તેની દિવાલો ભૂકંપ પ્રૂફ છે.

બિલ્ડિંગ અનેક દૃષ્ટિકોણથી મજબૂત
સંસ્થાએ આઇઆઇએમના હિતમાં સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું નુકશાન ન થાય તે માટે બિલ્ડિંગમાં ડિમોલેશન ન કરવા ભલામણ કરી છે. સંસ્થાએ જણાવ્યું કે, નિષ્ણાતો મુજબ આ બિલ્ડિંગ જમીનમાં થતા ફેરફારો સામે પણ મજબૂત રીતે ટકી શકે તેવી છે. ઉપરાંત ઇંટો અને ભેજ રહીત રિટ્રો ફિટીંગ અને કોંક્રીટ તેની આગવી ઓળખ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો