હાલાકી:જિલ્લાની 3 RTOમાં 35 હજારથી વધુ અરજી પેન્ડિંગ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં ફેસ હેઠળ ડુપ્લિકેટ આરસી, લોન-એચપી કેન્સલ ઉપરાંત રીન્યુ અને ડુપ્લીકેટ લાયસન્સની  35000 જેટલી અરજીઓનો નિકાલ થયો નથી. લોકો વતી એજન્ટો આરટીઓમાં આવીને કામ કરાવી રહ્યા છે.  અમદાવાદની ત્રણેય આરટીઓમાં  ડુપ્લિકેટ આર.સી,  લોન-એચપી કેન્સલ  અને  તથા ડુપ્લીકેટ લાઇસન્સ ની અરજીઓ નો ભરાવો થઈ ગયો છે. જેમાં સુભાષ બ્રિજ આરટીઓમાં 15000 અરજી, વસ્ત્રાલમાં 14000માંથી ડુપ્લીકેટ આરસી અને એચપી કેન્સલની 9000 અરજી છે અને બાવળામાં અંદાજે 5000 અરજીઓનો સમાવેશ થાય છે. ફેસલેસ હેઠળ કરવામાં આવતી અરજીનો ઓનલાઈન જ નિકાલ કરવામાં આવે છે. 

અન્ય સમાચારો પણ છે...