એન્જિનિયરિંગનો ઘટતો ક્રેઝ:રાજ્યમાં સર્ટિફિકેટ ટુ ડીપ્લોમામાં 2 રાઉન્ડ બાદ પણ 32 હજારથી વધુ બેઠકો ખાલી પડી રહી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર
  • વિદ્યાર્થીઓએ સંમતી આપીને નવેસરથી કોલેજની પસંદગી 7 થી 10 ઓક્ટોબર સુધી કરવાની રહેશે

સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમાં એન્જિનિયરીંગમાં બીજા વર્ષમાં સીધા પ્રવેશની પ્રક્રિયા શરુ થઇ હતી. જેમાં 2 રાઉન્ડ પૂર્ણ થયા છે, ત્યારે 2 રાઉન્ડના અંતે પણ સરકારી અને ખાનગી કોલેજોની 32257 સીટો ખાલી રહી છે. ખાલી રહેલી સીટ માટે હવે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ થશે. જેમાં ખાનગી કોલેજમાં એડમિશન લેવા માટે કોલેજ પર જવું પડશે.

સર્ટિફિકેટ કોર્ષથી ડિપ્લોમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ સરકારી કોલેજની 7677 અને ખાનગી કોલેજોની 24580 બેઠકો ખાલી રહેલી છે. હવે બાકી રહેલી બેઠકો માટે ઓફલાઈન રાઉન્ડ યોજાશે. અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડમાં ભાગ લેશે, તો 1 અને 2 રાઉન્ડની પસદંગી રદ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ સંમતી આપીને નવેસરથી કોલેજની પસંદગી 7 થી 10 ઓક્ટોબર સુધી કરવાની રહેશે.

12 ઓક્ટોબરે ત્રીજા રાઉન્ડ માટેનું મેરીટ જાહેર કરવામાં આવશે. જે કન્ફર્મ કરવા 12 થી 14 ઓક્ટોબર દરમિયાન ફી ભરવાની રહેશે. આ રાઉન્ડમાં વિદ્યાર્થીને કોલેજ ફાળવવામાં આવશે, તો અગાઉ ફાળવેલ કોલેજ રદ થશે અને આ રાઉન્ડમાં કોલેજ ફાળવવામાં નહીં આવે તો અગાઉની કોલેજ યથાવત જ રહેશે.