ગરબાનું આયોજન:અમદાવાદમાં ‘ચારસોના ચોક’માં ગરબા માટે શહેરની 3 હજારથી વધારે સોસાયટીઓએ પોલીસની પરમિશન મેળવી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ક્લબ-પાર્ટી પ્લોટમાં ગરબા ન થવાના હોવાથી પશ્ચિમની વધુ 500 સોસાયટીની મંજૂરી હજુ પેન્ડિંગ હોવાથી આંકડો વધશે
  • ગરબામાં માત્ર 400ને પ્રવેશની મંજૂરી છે
  • પોલીસે 400થી વધુ લોકોને એકત્ર નહીં કરવાની અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે જ મંજૂરી આપી

ચાલુ વર્ષે ક્લબ, પાર્ટી, ફાર્મ હાઉસમાં ગરબા નહીં થવાના હોવાથી મોટા ભાગની સોસાયટીઓમાં રાસ-ગરબાનું આયોજન કરાયું છે. પશ્ચિમ અમદાવાદની જ 1500 સોસાયટીઓએ ગરબા યોજવા પોલીસની મંજૂરી લીધી છે. જ્યારે ઘણી બધી સોસાયટીઓની મંજૂરી પ્રક્રિયા હાલમાં ચાલુ હોઇ, આંકડો 2000ને પાર થવાનો અંદાજ છે. પૂર્વમાં પણ શેરી ગરબાના આયોજન માટે પોલીસે 1747 પરમિશન આપી છે. જો કે સોસાયટીમાં રાતે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે. તેમજ સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ, દર્દી અને વૃધ્ધોને અડચણ પડે તે રીતે લાઉડ સ્પીકર નહીં વગાડવાની શરતે મંજૂરી આપી છે.

ચાલુ વર્ષે રાજ્ય સરકારે માત્ર સોસાયટી, શેરી અને ફલેટોમાં જ રાસ-ગરબા યોજવાની મંજૂરી માત્ર 400 માણસોની અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે આપી છે. જ્યારે સોસાયટીમાં લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ સ્ટેશનની મંજૂરી લેવી ફરજીયાત છે. જો કે પશ્ચિમ અમદાવાદની મોટા ભાગની સોસાયટીઓમાં ચાલુ વર્ષે રાસ-ગરબા થવાના હોવાથી આયોજકોએ પોલીસની મંજૂરી લીધી છે.

સોલા હાઈકોર્ટ વિસ્તારમાં 297, રામોલમાં 400 શેરી ગરબાને મંજૂરી

પશ્ચિમ પોલીસ સ્ટેશન

સોલા હાઈકોર્ટ297
ચાંદખેડા125
ઘાટલોડિયા118
સાબરમતી105
વસ્ત્રાપુર82
આનંદનગર82
વાડજ60
વાસણા56
રાણીપ42
સેટેલાઈટ50
નારણપુરા30
વેજલપુર20
સરખેજ20
માધુપુરા20
શાહપુર19
ગુજરાત યુનિવર્સિટી16
નવરંગપુરા02
કાલુપુર8
એલિસબ્રિજ10

પૂર્વ પોલીસ સ્ટેશન

રામોલ400
ઈસનપુ175
નિકોલ140
સરદારનગર100
વટવા100
કૃષ્ણનગર100
નરોડા94
મેઘાણીનગર77
ઓઢવ75
વટવા GIDC78
અમરાઈવાડી65
બાપુનગર55
નારોલ50
એરપોર્ટ47
ખોખરા37
મણિનગર33
શાહીબાગ32
દરિયાપુર20
ગોમતીપુર15

સોસાયટીઓને હેરાન ન કરવા પોલીસને સૂચના
સોસાયટી, શેરી અને ફલેટમાં રાસ-ગરબા માટે પોલીસ મંજૂરી ફરજીયાત છે. પરંતુ જો કોઈ સોસાયટી ગરબાની મંજૂરી ન લે તો પણ તેને ખોટી રીતે હેરાન નહીં કરવા ઉપરી અધિકારીઓએ પોલીસ ઈન્સ્પેકટરોને સૂચના આપી છે.

પાર્કિંગની સમસ્યા ન થવા દેવાની તાકીદ
દરેક સોસાયટીમાં ટ્રાફિક કે રાહદારીઓને અડચણરુપ ના થાય તે રીતે વાહન પાર્કિંગમાં જ પાર્ક કરવા સૂચના આપી છે. જો વાહનના કારણે ક્યાંય ટ્રાફિક જામ થશે તો જે-તે આયોજકની ગરબાની મંજૂરી રદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...