ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદમાં એક વર્ષમાં 3 લાખથી વધુ દસ્તાવેજ, 10373 કરોડ આવક

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજિસ્ટ્રેશન ફીના રૂ 485 કરોડ, સ્ટેમ્પ ડ્યૂટીના 9888 કરોડ મળ્યાં

ચિરાગ રાવલ
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 3,05,259 દસ્તાવેજ થયા હતા. આ દસ્તાવેજની એક ટકા રજિસ્ટ્રેશન ફી પ્રમાણે, સરકારને રૂ. 485 કરોડની આવક થઇ છે, જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની આવક રૂ. 9888 કરોડ થઇ છે. આમ, સરકારને એકલા અમદાવાદમાંથી જ એક ટકા રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યૂટીની કુલ રૂ. 10,373 કરોડની આવક થઇ છે.

લોકોને સસ્તા મકાન મળવાની ડેવલપર્સે આશા વ્યક્ત કરી
છેલ્લા એક વર્ષમાં પ્રતિ દિવસ 836 દસ્તાવેજ વિવિધ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા છે, જેમાં સૌથી વધુ 30891 નિકોલ કચેરીમાં થયા છે. સોલા, પાલડી, બોપલ અને સાણંદમાં દસ્તાવેજની રૂ. 50 કરોડથી વધુ આવક થઇ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમો ફાઇનલ થશે તો અમદાવાદમાં મકાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સાથે લોકોને સસ્તા મકાન મળવાની ડેવલપર્સે આશા વ્યક્ત કરી છે.

બુકિંગ માટે ગ્રાહકોને આકર્ષક ઓફર કરાઇ રહી
રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ કોરોનામાં સારી ન હતી. એ સંજોગોમાં ડેવલપર્સ આકર્ષક સ્કીમો આપતા હોવા છતાં લોકો રોકાણ કરતા ન હતાં કારણકે કોરોના ભયના લીધે લોકો મકાનોમાં રોકાણ કરવાનું ટાળતા હતાં. ત્યાર પછી ડેવલપર્સ દ્વારા થોડા દૂરના વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ સ્કીમોમાં બુકિંગ માટે ગ્રાહકોને આકર્ષક ઓફર કરાઇ રહી છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

જૂનમાં 42 કરોડના 28260 દસ્તાવેજ થયા
આ દરમિયાન જાન્યુઆરી 2022માં જ રૂ. 32 કરોડના 24010 દસ્તાવેજ થયા હતાં, જ્યારે ફેબ્રુઆરીમાં આ આંકડો 26578 થઇને રૂ. 34 કરોડે પહોંચ્યો અને માર્ચમાં પણ રૂ. 49 કરોડના 32403 દસ્તાવેજ નોંધાયા. બાદમાં એપ્રિલમાં 23779 દસ્તાવેજની 38 કરોડ આવક થઇ હતી. મે મહિનામાં 50 કરોડના 29126 દસ્તાવેજ, જૂનમાં 42 કરોડના 28260 દસ્તાવેજ થયા હતાં.

છ મહિનાની તુલનામાં જુલાઇથી સામાન્ય ઘટાડો નોંધાયો
આમ, છેલ્લા છ મહિનાની તુલનામાં જુલાઇથી સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જુલાઇમાં રૂ. 39 કરોડના 24763, ઓગસ્ટમાં રૂ. 35 કરોડના 20825, સપ્ટેમ્બરમાં રૂ. 42 કરોડના 27259, ઓક્ટોબરમાં રૂ. 41 કરોડના 21668, નવેમ્બરમાં રૂ. 38 કરોડના 22321 અને ડિસેમ્બરમાં રૂ. 41 કરોડના 24267 દસ્તાવેજ થયા.

દર મહિને દસ્તાવેજની આવક રૂ. 42 કરોડની અંદર રહી
ગત જુલાઇથી ડિસેમ્બર 2022માં સપ્ટેમ્બરને બાદ કરતા દર મહિને દસ્તાવેજની આવક રૂ. 42 કરોડની અંદર રહી. અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકા બાદ સૌથી વધુ બાવળામાં રૂ. 85 લાખના 6291 દસ્તાવેજ નોંધાયા હતાં. ત્યારબાદ ધોળકામાં રૂ. 73 લાખના 7898, ધોલેરામાં રૂ. 51 લાખના 4189, ધોલેરામાં રૂ. 51 લાખના 4189, વિરમગામમાં રૂ. 39 લાખના 4883, દેત્રોજમાં રૂ. 11 લાખના 2362 અને ધંધુકામાં રૂ. 10 લાખના 2947 દસ્તાવેજ થયા છે.

એક વર્ષમાં પશ્ચિમમાં દસ્તાવેજની સૌથી વધુ આવક

વિસ્તારદસ્તાવેજઆવક(કરોડ)
સોલા2778854
વાડજ2762638
પાલડી2053953
બોપલ2021253
મેમનગર1552046
સાણંદ2682754
નિકોલ3089136
અસલાલી2360727
ઓઢવ1535217
નારોલ1155810

​​​​​​​બહાર રહેતા ગુજરાતીઓનું છેલ્લા ત્રણ મહિનામાં રોકાણ વધારે થયું

ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓનું છેલ્લા ત્રણ મહિનામાં ઇન્વેસ્ટ વધ્યું હોવાનું પ્રથમવાર જોવા મળ્યું છે. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સહિતના શહેરોમાં વધુ કિંમતના મકાનોમાં પણ ગુજરાત બહારના મૂળ ગુજરાતીઓ રસ દાખવી રહ્યા છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના નિયમોમાં ફેરફાર થશે તો મકાનોની સંખ્યા વધશે. લોકોને પણ સસ્તા મકાન મળશે.- તેજશ જોશી, ગાહેડ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...