તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ:અમદાવાદ શહેરમાં 28 લાખથી વધુ લોકોએ વેક્સિન લઈ લીધી, 55 ટકા લોકોએ પહેલો અને 14 ટકાએ બંને ડોઝ લીધા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સહિત અમદાવાદમાં 21 જૂનથી વેક્સિનેશન ચાલી રહ્યું છે
  • નવ દિવસમાં અમદાવાદ શહેરમાં 2,89,948 લોકોએ વેક્સિન લીધી
  • પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 7 લાખ લોકોને વેક્સિનના ડોઝ અપાયા

રાજ્યમાં 21 જૂનથી કોરોના વેક્સિનેશનના મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 18 વર્ષથી ઉપરની વયના અંદાજીત 42 લાખથી વધુ લોકોએ વેક્સિન લેવાની છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 29 જૂન સુધીમાં અમદાવાદ શહેરના 28.84 લાખ લોકોએ વેક્સિન લઈ લીધી છે. જેમાં 55 ટકા જેટલા લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે 14 ટકા લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. સૌથી વધુ પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 7 લાખ લોકોને રસી અપાઈ છે.

છેલ્લા ચાર દિવસથી વેક્સિનેશનની ગતિ ધીમી થઈ
કોરોના વેક્સિનેશનનું મહા અભિયાન 21 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા નવ દિવસમાં અમદાવાદ શહેરમાં 2,89,948 લોકોએ વેક્સિન લીધી છે. છેલ્લા ચાર દિવસથી વેક્સિનના ઓછા ડોઝ હોવાથી અમદાવાદમાં વેક્સિનેશન ધીમું થઈ ગયું છે. રોજના ડોઝ ધીરેધીરે વધારવામાં આવી રહ્યા છે. જેથી ઝડપથી અમદાવાદના લોકોને વેક્સિન મળી રહે. વેક્સિનેશન ઝડપથી આગળ વધે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા 9 દિવસમાં શહેરમાં કેટલાક લોકોએ વેક્સિન લીધી

તારીખવેક્સિનેશનના આંકડા
21 જૂન38311
22 જૂન39541
23 જૂન41887
24 જૂન41390
25 જૂન33355
26 જૂન27509
27 જૂન20158
28 જૂન22506
29 જૂન25289
કુલ2,89,948
અન્ય સમાચારો પણ છે...