તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાઇટ ટુ એજ્યુકેશન:ગુજરાતમાં RTE હેઠળ એડમિશન લેવા ભરાયેલા 25,000થી વધુ ફોર્મ રીજેક્ટ કરાયા, આવતીકાલે પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ જાહેર થશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં જિલ્લાશિક્ષણાધિકારીની કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા વાલીઓની તસવીર - Divya Bhaskar
અમદાવાદમાં જિલ્લાશિક્ષણાધિકારીની કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા વાલીઓની તસવીર
  • 25000થી વધુ ફોર્મ રીજેક્ટ થતા વાલીઓને ભૂલ સુધારવા વધુ એક તક અપાઈ શકે

RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરુ હતી જેમાં વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી હતી. જે બાદ 6 જુલાઈથી અરજી ચકાસવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં અનેક વાલીઓએ ફોર્મ ભરવામાં નાની-મોટી ભૂલ કરી હોવાથી ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 25000 કરતા વધુના ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા છે. જેથી વાલીઓને ભૂલ સુધારવા વધુ એક તક આપવામાં આવી શકે છે.

રાજ્યમાં RTE હેઠળ ભરાતા 25,000થી વધુ ફોર્મ રીજેક્ટ
RTEની પ્રવેશ પ્રક્રિયા શરુ થતા રાજ્યભરમાં અનેક વાલીઓએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ પણ કર્યા હતા. પરંતુ કેટલાક વાલીઓને આવકનો દાખલો, રજીસ્ટર ભાડા કરાર કે અન્ય વિગતોમાં ભૂલ કરી હતી. જેના કારણે રાજ્યમાં 25000 કરતા વધુ વાલીઓના ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા છે. ફોર્મ રીજેક્ટ થતા વાલીઓએ શિક્ષણઅધિકારીની કચેર બહાર લાઈનો લગાવી હતી અને પોતાનું ફોર્મ સ્વીકારવા રજૂઆત કરી હતી. નાની ભૂલોને સુધારીને કેટલાકના ફોર્મ ફરીથી સ્વીકારવામાં આવ્યા હતા.

પ્રથમ યાદી જાહેર થવાના અમુક કલાકો પહેલા જ ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ ચિંતામાં
પ્રથમ યાદી જાહેર થવાના અમુક કલાકો પહેલા જ ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ ચિંતામાં

આવતીકાલે પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ જાહેર થશે
15 જુલાઈએ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાનો છે. પરંતુ હજુ 25000 કરતા વધુ વાલીઓના ફોર્મ રીજેક્ટ થયા છે. જેના કારણે અનેક વાલીઓ હજુ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જેથી ફોર્મમાં સુધારા કરવા વાલીઓને એક તક આપવામાં આવી શકે છે. વાલીઓને હજુ એક તક આપવામાં આવે તો પ્રથમ રાઉન્ડ 15 જુલાઈથી 2-3 દિવસ પછી જાહેર થઇ શકે છે.

માત્ર અમદાવાદમાં જ 5560 ફોર્મ રીજેક્ટ થયા
નોંધનીય છે કે અમદાવાદમાં RTE હેઠળ 5560 ફોર્મ રીજેક્ટ કરાતા ગઈકાલે વાલીઓ રજૂઆત કરવા DEO કચેરીએ પહોંચ્યા હતા. વસ્ત્રાપુર ખાતે આવેલ DEO કચેરીએ સવારથી જ લાંબી લાઈનો લાગી હતી. અનેક વાલીઓએ RTE નું ફોર્મ રીજેક્ટ થતા DEO કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. 15 જુલાઈથી પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની છે ત્યારે પ્રથમ યાદી જાહેર થવાના ગણતરીના કલાકો અગાઉ જ વાલીઓના ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા અને DEO કચેરીએ પહોંચ્યા હતા.