તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કાર્યવાહી:BU મામલે અત્યાર સુધીમાં 2500થી વધુ બિલ્ડિંગ સીલ; ફાયર NOC વિનાની 40 સ્કૂલ, 78 હોસ્પિટલ, 101 બિલ્ડિંગને નોટિસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર
  • આગામી દિવસોમાં વધુ કેટલીક બિલ્ડિંગોને નોટિસ અપાશે

ફાયર એનઓસી નહિ ધરાવતાં શહેરના 219 એકમોને મ્યુનિ. ફાયરબ્રિગેડે નોટિસ આપી છે, જેમાં 40 શાળાઓ, 78 હોસ્પિટલ અને 101 જેટલા હાઈરાઇઝ કોમર્શિયલ એકમોનો સમાવેશ છે. છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિ.એ ફાયર એનઓસી નહિ લેનાર એકમોની સામે પગલા લેવાની કામગીરી તીવ્ર બનાવી છે. ફાયર સેફ્ટીના એનઓસી નહિ ધરાવતા એકમો સામે મ્યુનિ. પગલાં ભરી રહી છે. હાઇકોર્ટે વારંવાર ટકોર કરી છે, ત્યારે ફાયરબ્રિગેડે એક્શનમાં આવી ફાયર એનઓસી નહિ ધરાવતા એકમો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે.

મ્યુનિ. દ્વારા આગામી દિવસોમાં વધુ કેટલીક બિલ્ડિંગોને નોટિસ આપશે. તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છેકે, થોડા દિવસ પહેલા એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ મામલે વધુ આક્રમત પગલા ભરી શહેરમાં 2500થી વધારે બિલ્ડિંગને સીલ કરી હતી.

આ એકમોને નોટિસ

  • ફોર્મ્યૂલા 1, લેન્ડમાર્ક હોટેલ
  • દેવઔરમ 3 બ્લોક, વોડાફોન હાઉસ
  • પારસ વિદ્યાલય, એલાઇટ પબ્લિક સ્કૂલ, વારાહી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, સેન્ટ જોસેફ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, ઉન્નતિ હાઈ સ્કૂલ, યુ. કે. પટેલ હાઈ સ્કૂલ, નવસંરચના હાઈ સ્કૂલ, સોલારિય ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ.
અન્ય સમાચારો પણ છે...