તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:અમદાવાદ સિવિલમાં રોજ 250 જેટલા HIV ગ્રસ્ત દર્દીઓ સારવાર માટે આવે છે, ડ્રાય આઈના 25 દર્દીઓ નોંધાયા

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • મે મહિનામાં સિવિલ હોસ્પિટલમાં HIVના 5500 કરતા વધુ દર્દીઓ નોંધાયા.
  • સિવિલ હોસ્પિટલ ખાતે આંખની હોસ્પિટલમાં કોવિડ પહેલાંની સરખામણીએ 60 ટકા જેટલા કેસ વધ્યા.

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે અન્ય બીમારીઓએ પણ હાહાકાર મચાવી દીધો છે. કોરોના, મ્યુકોરમાઈકોસિસની સાથે હવે રાજ્યમા એઇડ્સ પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યો છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા HIV સેન્ટરમાં સારવાર માટે આવતા દર્દીઓના આંકડાઓ સામે આવ્યા છે. મે મહિનામાં સિવિલ હોસ્પિટલમાં HIVના 5500 કરતા વધુ દર્દીઓ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલ OPDમાં દરરોજ 250 થી 300 HIV દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

મે મહિનામાં 5500 HIV ગ્રસ્ત દર્દીઓએ સારવાર લીધી
મે મહિનામાં નોંધાયેલા આંકડા પ્રમાણે ટોટલ 5500 થી વધારે HIVના દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાંથી 3 હજારથી વધુ વયસ્ક પુરૂષ, 2 હજારથી વધારે વયસ્ક મહિલાઓ, 260 થી વધારે બાળકો અને 100 જેટલા ટાન્સઝેન્ડરને HIV પોઝિટિવ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત બાળકો અને ટાન્સઝેન્ડરને થયેલાં સંક્રમણના આંકડા ચિંતાનજક છે. બાળકોમાં વધુ પડતા કેસોમાં HIV જન્મજાત આવ્યો હોવાનું એટલે કે માતા અને પિતા HIV ગ્રસ્ત હોવાના કારણે બાળકોમાં પણ HIV જોવા મળ્યો છે.

વર્ક ફ્રોમ હોમના કારણે પુખ્ત વયના લોકોમાં ડ્રાય આઈના કેસમાં વધારો નોંધાયો
વર્ક ફ્રોમ હોમના કારણે પુખ્ત વયના લોકોમાં ડ્રાય આઈના કેસમાં વધારો નોંધાયો

HIV ગ્રસ્ત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે
જોકે બાળકો, ટાન્સઝેન્ડર અને અન્ય તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તમામ દર્દીઓને દરમહને ચેકઅપ અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં બોલાવવામાં આવી રહ્યા છે. HIV ગ્રસ્ત થયેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે. જેના કારણે તેમને કોરોના થવાનો ખતરો વધુ રહેતો હોય છે.આમ લોકો કરતા HIV ગ્રસ્ત દર્દીઓએ કોરોના મહામારીમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

સિવિલમાં ડ્રાય આઈના 25 કેસ નોંધાયા
કોરોના મહામારીમાં લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ તેમ જ વર્ક ફ્રોમ હોમના કારણે બાળકો તથા પુખ્ત વયના લોકોમાં ડ્રાય આઈના કેસમાં વધારો નોંધાયો છે, સિવિલ હોસ્પિટલ ખાતે આંખની હોસ્પિટલમાં કોવિડ પહેલાંની સરખામણીએ 60 ટકા જેટલા કેસ વધ્યા છે. મોબાઈલ અને કોમ્પ્યુટર સ્ક્રિન સામે સતત રહેવાના કારણે ડ્રાય આઈ એટલે કે અતિશય આંખમાંથી પાણી પડવું, આંખ લાલ પડી જવી, ક્યારેક ક્યારેક આંખમાંથી ઝાંખુ દેખાવું અને આંખમાં જાણે કાંકરી પડી હોય તેવું લાગે છે. છેલ્લા એક સપ્તાહમાં આંખની હોસ્પિટલમાં આવા 10 બાળકો અને 15 પુખ્ત વયના લોકો એમ કુલ 25 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...