ફરિયાદ:આચારસંહિતા ભંગની દરરોજ 250થી વધુ ફરિયાદ આવે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોસ્ટર-બેનરો દૂર કરવા અંગે સૌથી વધુ
  • કલેક્ટર ​​​​​​​કચેરીમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ચૂંટણીકાર્ડ જરૂરી છેકે નહીં? ચૂંટણી કાર્ડ મળ્યા નથી, ભૂલ હોવાની, મતદારયાદીમાં નામ દાખલ ઉપરાંત નિયમ વિરુદ્ધ લગાવેલા રાજકીય પોસ્ટર - બેનરો દૂર કરવા સહિત રોજની 225થી 250થી વધુ ફરિયાદો કંટ્રોલરૂમમાં આવે છે. આ સાથે cvigil એપમાં રોજની 50 ફરિયાદો આવે છે.

જિલ્લા ચૂંટણીપંચ દ્વારા ગત 3 નવેમ્બરથી જિલ્લા કલેકટર કચેરી ખાતે આચારસંહિતાનું ઉલ્લંઘન થાય નહીં તે માટે વિવિધ પ્રકારના કંટ્રોલરૂમ ઉભા કરી દેવાયા છે. આ ઉપરાંત ફલાઇંગ સ્ક્વોડ પણ તૈનાત છે. હાલ વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. પ્રચારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજી પણ વાહનો પર અને સોસાયટીઓની બહાર નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલા રાજકીય પાર્ટીના બોર્ડ અને બેનરો દૂર કરવાની ફરિયાદો કંટ્રોલરૂમમાં સતત ચાલુ જ રહે છે. cvigil એપમાં રોજની 50 ફરિયાદો આવે છે. જેનો રોજબરોજ નિકાલ કરવામાં આવતો હોવાનો અધિકારીઓએ દાવો કરતા કહ્યું કે, કોઇ પણ ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...