માર્ગદર્શન:કર્ફ્યૂ અંગે મૂંઝવણના કંટ્રોલ રૂમમાં રોજના 250થી વધુ કોલ, કર્મચારીઓએ શાંતિથી તમામને માહિતી પૂરી પાડી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદના પોલીસ કંટ્રોલરૂમના નંબરો પર રોજના 250 લોકો ફોન કરીને કર્ફ્યૂની ગાઈડલાઈન વિશે માર્ગદર્શન મેળવી રહ્યા છે. જેમાં બહાર ગામ આવતા અને જતા દરમિયાન શું ધ્યાન રાખવું, કયા બજાર ચાલુ છે, તેમજ કોઈ ઈવેન્ટમાં જવા માટે શું ધારાધોરણ છે? તે અંગે ફોન કરીને ઈન્કવાયરી કરી રહ્યાં છે. આ વિશે કંટ્રોલ ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કંટ્રોલ રુમમાં 3 શિફ્ટમાં હાજર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કર્ફયૂની ગાઈડલાઈન માટે ફોન કરતા દરેક વ્યકિતને શાંતિથી તમામ પ્રકારની માહિતી પૂરી પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...