અમદાવાદ શહેરમાં આગના બનાવો હવે સતત વધી રહ્યા છે. આગના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખી અને ફાયર બ્રિગેડના સ્ટાફ અને ફાયર સ્ટેશનનો શહેરમાં વધારવાની જરૂર છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તાધીશો દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમદાવાદ ફાયરબ્રિગેડમાં 25 ટકાથી વધુ સ્ટાફની અછત છે. હાલમાં ફાયર બ્રિગેડ વિભાગમાં મંજુર કરેલી 880 સ્ટાફની સંખ્યામાંથી માત્ર 560 જેટલા સ્ટાફની ભરતી કરવામાં આવી છે અને 320 જેટલા સ્ટાફની જગ્યા હાલમાં ખાલી છે. જેથી ઝડપથી બ્રિગેડમાં ભરતી કરવામાં આવે જેથી આગ સહિત વિવિધ આફતોમાંથી નાગરિકોને નુકસાનમાંથી બચાવી શકાય.
ફાયર વિભાગમાં 320 જગ્યા હાલમાં ખાલી
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ ફાયર વિભાગની 320 જેટલી મહત્વની જગ્યા છેલ્લા ધણા વર્ષોથી ભરવામાં આવી નથી. અમદાવાદ શહે૨નો વિસ્તાર વધતા ગુજરાત સ્ટેટ ફાયર કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ દ૨ 10 ચો.કી. દીઠ 1 ફાય૨ સ્ટેશન અને દ૨ 5 ચો.કી. વિસ્તારમાં 1 ફાય૨ ચોકી હોવી જોઇએ. અમદાવાદ શહેરમાં આવેલા તમામ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી. સિસ્ટમની લઇ ચાલી રહેલી જાહે૨ હીતની અરજીની સુનવણી સમયે મ્યુનિ.કોર્પોરેશન તરફથી નામદાર કાર્ટને એવુ આશ્વાસન આપવામાં આવ્યુ હતું કે અમદાવાદ ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યા ત્રણ મહિનામાં ભરવામાં આવશે. આમ છતાં હાલમાં પણ આ જગ્યાઓ ખાલી છે.
અમદાવાદમાં માત્ર 18 ફાયર સ્ટેશનો કાર્યરત
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ બુઝાવવા માટે ટર્ન ટેબલ લેડ૨ (55 મીટ૨), તેમજ હાઇડ્રોલીક પ્લેટફોર્મ(55 મીટ૨) તેમજ હાઇડ્રોલીક પ્લાટ (80 મીટ૨) આવેલા છે. આ પૈકી હાલમાં મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં એક હાઇડ્રોલીક પ્લોટફોર્મ જે ફીનલેન્ડ મેઇડ છે. તેને રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આ પરિસ્થિતીમાં અમદાવાદ ફાયર વિભાગ પાસે જરૂરી સ્ટાફ નથી. બીજીતરફ અમદાવાદ શહેરની વસ્તી મુજબ ઓછામાં ઓછા 50 જેટલા ફાયર સ્ટેશનો હોવા જોઇએ તેના બદલે માત્ર 18 ફાયર સ્ટેશનો કાર્યરત છે. આ ઉપરાંત હાઇરાઇઝ બિલ્ડીંગો આગ લાગે તો અમદાવાદ ફાયર વિભાગ પાસે ઝડપથી આગ બુઝાવી શકે એવા સાધનોનો પણ અભાવ છે.
જગ્યા ભરવા વિપક્ષ નેતાની માંગણી
થોડા સમય અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલી ઓર્ચીડ ગ્રીન બિલ્ડીંગમાં લાગી હતી. આગની ધટનામાં હાઇડ્રોલીક પ્લોટફોર્મ સમયસ૨ ઉપયોગમાં ન લઇ શકાતા એક કિશોરીનું મોત થયું હતું. આ તમામ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તાકીદે તમામ ખાલી જગ્યાઓ ભરવા વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા માંગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.