તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:બિઝનેસ ઠપ થતાં ટેક્સ-પાસિંગનો ખર્ચ કાઢવા રાજ્યના 2 હજારથી વધુ ટેક્સી ખાનગીમાં ટ્રાન્સફર

અમદાવાદ25 દિવસ પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં 50 હજારમાંથી 20 હજાર કોમર્શિયલ કાર ખાનગી વાહનમાં ટ્રાન્સફર થઈ
  • કોમર્શિયલ કાર ઘરમાં પડી રહે તો પણ કારમાલિકને વર્ષે 20 હજાર ઇન્સ્યોરન્સ, 800 પાસિંગ, RTO ટેક્સનો ખર્ચ આવે

કોરોનાના લીધે છેલ્લાં સવા વર્ષમાં ટ્રાવેલ્સ બિઝનેસ ઠપ થઇ જવાના લીધે અમદાવાદમાં પાંચ હજારમાંથી બે હજાર ટેક્સી-મેક્સી ચાલકોએ પોતાની કોમર્શિયલ કાર ખાનગી વાહનમાં ટ્રાન્સફર કરી છે. ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિયેશને કહ્યું કે, વાહનના ઇન્સ્યોરન્સ, ટેક્સ અને પાસિંગના ખર્ચને પહોંચી નહીં વળતા સમગ્ર રાજ્યમાં 50 હજારમાંથી 20 હજાર કોમર્શિયલ કાર ખાનગી વાહનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. હાલમાં પણ કોમર્શિયલ કાર ટ્રાન્સફર માટેની અરજી અમદાવાદ સહિત રાજ્યની વિવિધ આરટીઓમાં આવે છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાને લીધે મોટા ભાગના બિઝનેસને ગંભીર અસર થઈ છે. કેટલાક લોકોએ પોતાનો વર્ષો જૂનો બિઝનેસ બંધ કરી નવો ધંધો પણ શરૂ કરી દીધો છે. ગુજરાત કેબ ઓનર્સ એસોસિએશનના અમદાવાદના પ્રમુખ કિરીટ પટેલે કહ્યું કે, કોરોના પૂર્વે લોકો પોતાની (ટેક્સી-મેક્સી) કાર લઈ કેબ બિઝનેસ, કંપની કોન્ટ્રાક્ટ, સ્કૂલ વર્ધી અને ખાનગી ટ્રાવેલર્સ કંપની તથા પોતાના ટ્રાવેલ્સ બિઝનેસમાં દોડાવતા હતા.

કોરોનાકાળમાં વિવિધ પ્રકારની કોમર્શિયલ કારને બિઝનેસ મળતો ન હતો. હવે કોમર્શિયલ કાર ઘરમાં પડી રહે તો કાર માલિકને પ્રતિ વર્ષ 20 હજાર ઇન્સ્યોરન્સ, રૂ. 800 પાસિંગ અને આરટીઓ ટેક્સનો ખર્ચ આવતો હતો. મેક્સીમાં તો પ્રતિ માસ આરટીઓનો રૂ. 900 ટેક્સ ભરવો પડે છે. બીજી તરફ બિઝનેસ નહીં હોવાથી બંધ કોમર્શિયલ કારમાં આ ખર્ચ પોસાય તેમ ન હતો, જેને ધ્યાનમાં રાખી કોમર્શિયલ કાર ચાલકોએ કોરોના કાળમાં પોતાની કાર વેચવાનું શરૂ કરી દીધું હતું.

કેટલાકે ટ્રાવેલ બિઝનેસ ચાલુ રાખ્યો: એસો.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કેટલાક કોમર્શિયલ કારમાલિકોએ ખાનગી વાહનમાં કાર ટ્રાન્સફર કરાવીને પણ પોતાનો ટ્રાવેલ્સનો બિઝનેસ ચાલુ રાખ્યો છે. કારના ઇન્સ્યોરન્સ અને આરટીઓ ટેક્સ, પાસિંગની બચત તો થાય છે, પરંતુ અન્ય રાજ્યના ટેક્સમાંથી પણ મુક્તિ મળે છે. જોકે કેટલાક કારચાલકો બિનધાસ્ત ખાનગી કાર કોમર્શિયલ હેતુ માટે દોડાવે છે. ટ્રાવેલ્સની આવી ખાનગી કારોમાં પેસેન્જરનું કોઈ હિત જળવાતું નથી. અકસ્માતના કિસ્સામાં પેસેન્જરને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

કોમર્શિયલ કાર ખાનગીમાં ટ્રાન્સફર થાય ત્યારે વાહનનો નંબર બદલાય છે
કોમર્શિયલ કાર ખાનગીમાં ટ્રાન્સફર થાય ત્યારે વાહનનો રેગ્યુલર નંબર પણ બદલાઈ જાય છે, જેથી આમાંથી મોટા ભાગના કાર માલિકો પોતાની કાર વેચી દેતા હોય છે. જ્યારે કેટલાક ટ્રાવેલ્સ માલિકો કોરોના પછી બિઝનેસ વધે તો ફરી કોમર્શિયલ કારમાં પોતાનું વાહન
ટ્રાન્સફર કરશે.

અન્ય સમાચારો પણ છે...