સ્વચ્છતા છે મારો સ્વભાવ:1700થી વધુ સ્વયં સેવક પ્રમુખ સ્વામીનગરને રાખશે સ્વચ્છ, ફિઝિયોથેરાપિસ્ટ યુવતી કરે છે ટોઇલેટની સફાઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુ ફિઝિયોથેરાપિસ્ટ યુવતી.

600 એકરમાં બનાવમાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં અલગ અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. તેમાં પણ બાળનગરી અને ગ્લો ગાર્ડન સહિત લાઈટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણ જમાવી રહ્યા છે. જે પણ લોકો નગરમાં આવશે તે નગરમાંથી સ્વચ્છતાનો ભાવ લઈને જાય અને પોતાનું ઘર, ગામ કે શહેરને કેવી રીતે સ્વચ્છ રાખવું તેની નગરમાંથી પ્રેરણા લે એ બાબત પર વિશેષ ધ્યાન આપી સમગ્ર નગરને ચોખ્ખું રાખવાની જવાબદરી 1700થી વધુ સ્વંયસેવકને શિરે છે.

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 600 જેટલા ભાઈઓ અને 600 બહેનો સફાઈની સેવા કરી રહ્યા છે. જ્યારે નગરની બહારની બાજુએ 950 જેટલા સ્વંયસેવક ખડે પગે સેવા કરી રહ્યા છે. ખાસ તો વિદેશી અને VIP મહેમાનોને જેવો નગરમાં પ્રવેશ કરતા જ સ્વચ્છતા જોઈને ખબર પડશે કે કેવું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 600 જેટલા ભાઈઓ અને 600 બહેનો સફાઈની સેવા કરી રહ્યા છે.
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 600 જેટલા ભાઈઓ અને 600 બહેનો સફાઈની સેવા કરી રહ્યા છે.

વેસ્ટમાંથી બનાવે છે બેસ્ટ
તેમાં પણ જ્યાં ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, તે પ્રેમવતી વિભાગની બહાર ત્રણ ડસ્ટબિન મુકવામાં આવ્યા છે. જેમાં એકમાં ફૂડ વેસ્ટ અને એકમાં માત્ર પ્લાસ્ટિકની બોટલ સહિતની વેસ્ટ તો અન્ય એક ડસ્ટબિનમાં વેસ્ટ નાંખવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો ઉપયોગ પછી ખાતર તરીકે પણ કરી શકાશે. આમ વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકાય અને તેનો પણ ઉપયોગ થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો પ્લાસ્ટિકની બોટલમાંથી પણ ડસ્ટબિન બનાવવામાં આવ્યા છે. જે કદાચ પહેલી જ વાર નગરમાં જોવા મળ્યા હતા. સ્વયંસેવકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા નજરે પડ્યા હતા. આ ડસ્ટબિન પ્લાસ્ટિક બોટલ ભેગી કરીને બનાવવામાં આવ્યા હતા.

સફાઇનું મહત્વ મારા ગુરુના જીવનમાંમાંથી ઉદાહરણ રૂપે મળ્યું છેઃ ફિઝિયોથેરાપિસ્ટ યુવતી
સફાઈની સેવામાં મહિલાઓનું મોટું યોગદાન છે. ફિઝીયો થેરાપિસ્ટ યુવતીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું મહિલાઓના ટોઇલેટની સફાઈની સેવા કરું છું. સફાઇનું મહત્વ મારા ગુરુના જીવનમાંથી એક ઉદાહરણ રૂપે મળ્યું છે.

આમ નગરની અલગ અલગ સેવાઓમાં એક અતિ મહત્વની સેવા એ સફાઇ વિભાગની છે. જે પણ લોકો શતાબ્દી મહોસત્વની મુલાકાત માટે આવે ત્યારે સ્વચ્છતા કેટલી દરેક જીવન માટે જરૂરી છે એનો બોધપાઠ અવશ્ય લેશે.

પ્લાસ્ટિકની બોટલમાંથી પણ ડસ્ટબિન બનાવવામાં આવ્યા છે.
પ્લાસ્ટિકની બોટલમાંથી પણ ડસ્ટબિન બનાવવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...