તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામ:JEE મેઈનમાં અમદાવાદ શહેરના 20થી વધુ વિદ્યાર્થીઓએ 99.9 પર્સેન્ટાઈલ મેળવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ગત વર્ષની સરખામણીએ 99થી વધુ પર્સેન્ટાઈલ લાવનારા વધ્યા
 • રાજ્યમાંથી એકપણ વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ ન મળ્યા

ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટેની માર્ચમાં લેવાયેલી જેઈઈ મેઈન પરીક્ષામાં અમદાવાદના 20થી વધુ જ્યારે રાજ્યના 25થી વધુ વિદ્યાર્થીએ 99 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ગત વર્ષે આટલા પર્સેન્ટાઈલ મેળવનારા અમદાવાદના 14 જ્યારે રાજ્યના 20 વિદ્યાર્થી હતા.

માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં એક પણ વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા નથી. તેની સામે ફેબ્રુઆરીની જેઈઈ-મેઈન એક્ઝામના પરિણામમાં એક વિદ્યાર્થીએ 100માંથી 100 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. બોથરા ક્લાસીસના નમન સોનીએ 99.9 પર્સન્ટાઈલ સાથે અમદાવાદમાં પ્રથમ રેન્ક મેળવ્યો હોવાનો દાવો કર્યો છે.

ગુજરાતમાંથી આશરે 20 હજારે પરીક્ષા આપી હતી. જેઈઈ કોચિંગ એક્સપર્ટ રાકેશ બોથરાએ જણાવ્યું હતુ કે,‘ કોવિડ-19ની વિકટ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ જરા પણ વિચલિત થયા વિના એકાગ્રતા સાથે ઓનલાઈન અભ્યાસ કર્યો છે. જેના કારણે અમદાવાદના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સારો દેખાવ કરી શક્યા છે.’

એલન ઈન્સ્ટિટ્યૂટના મનીષ તિવારીએ કહ્યું છે કે, ‘ફેબ્રુઆરની પરીક્ષાના પરિણામની તુલનાએ માર્ચની પરીક્ષાના પ્રશ્નપત્રો પ્રમાણમાં સરળ રહ્યા હતા.’

ફિઝિક્સમાં 12એ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા

 • ફિઝિક્સ: દેવર્ષ પટેલ, વૈષ્ણવી દવે, પ્રથમ ઠક્કર, પાર્થ પટેલ, નિહાર પટેલ,જય ચૌધરી, સિદ્ધાંત જેતવાની, ધીર બેન્કર, જૈનિલ પટેલ, શિવમ શાહ, જય પ્રજાપતિ, સમિપ દર્શન શાહ
 • મેથ્સ: નમન સોની, મીત માથુકિયાને 100 પર્સેન્ટાઈલ મળ્યા.

JEE એડવાન્સ ત્રીજી જુલાઈએ યોજાશે
દેશભરની અગ્રણી આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ ત્રીજી જુલાઈએ યોજવામાં આવશે. જેઈઈ મેઈનના પરિણામના આધારે વિદ્યાર્થીઓને જેઈઈ એડવાન્સ આપવાની તક મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો