પસંદગી:માઇકામાં 50 ટકા વિદ્યાર્થીઓને વાર્ષિક 20 લાખથી વધુનાં પેકેજ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માઇકામાં ફ્લેગશિપ પીજીડીએમ અને પીડીજીએમ- કોમ્યુનિકેશન પ્રોગ્રામના પ્લેસમેન્ટમાં 50 ટકા વિદ્યાર્થીઓને વાર્ષિક 23 લાખ સુધીનાં જોબ પેકેજ ઓફર કરાયાં હતાં. વર્ષ 2021ની સરખામણીએ 100 ટકા પ્લેસમેન્ટ અને એવરેજ પેકેજમાં 42 ટકા વધારો નોંધાયો હતો. જ્યારે સીટીસીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. સીટીસી પ્રતિવર્ષ 17 લાખથી વધીને 19 લાખ થયું છે.

જ્યારે 2021ની સરખામણીએ એવરેજ સીટીસી 14 લાખથી વધીને 20 લાખ થઈ ગયું છે. આ વર્ષે 50 ટકા વિદ્યાર્થીઓએ 23.82 લાખ સીટીસી મેળવ્યું છે. પ્લેસમેન્ટ પ્રોસેસમાં કુલ 77 કંપની જોડાઈ હતી. આ વિશે માઇકાના પ્રેસિડન્ટ અને ડિરેક્ટર ડૉ. શૈલેન્દ્ર રાજ મહેતાએ જણાવ્યું કે, ‘એવરેજ સીટીસી અને મિડિયન સીટીસીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે વિદ્યાર્થીઓમાં ઇનોવેટિવ અને ક્રિટિકલ-ક્રિએટિવ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની ક્ષમતા સાબિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...