પોલિટિક્સ:ગુજરાત ​​​​​​​યુથ કોંગ્રેસના 20થી વધુ પદાધિકારીઓને દિલ્હીનું તેડું, ચૂંટણી અને નવા સંગઠન મુદ્દે થશે ચર્ચા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દિલ્હી પહોંચેલા હોદેદારો સાથે સિનિયર નેતાઓ બેઠક કરશે

ગુજરાત યુથ કોંગ્રેસનું થોડા દિવસ અગાઉ જ ઇલેકશન યોજાયું હતું. જેનું પરિણામ હજુ બાકી છે ત્યારે પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના પદાધિકારીઓને દિલ્હીથી તેડું આવ્યું છે. 20થી વધુ હોદેદારો આજે દિલ્લીમાં હાજર છે જ્યારે ઇલેકશન,પરિણામ અને નવા સંગઠન અંગે ચર્ચા થશે.

યુથ કોંગ્રેસમાં વિખવાદ ના થાય તે માટે યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના 20થી વધુ હોદેદારોને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે. દિલ્હી પહોંચેલા હોદેદારો સાથે સિનિયર નેતા બેઠક કરશે. બેઠકમાં યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે જે બાદ નવા સંગઠન વિષે પણ ચર્ચા કરવામાં આવશે.

પરિણામ અને નવા સંગઠન મામલે કોઈ વિખવાદ ના થાય તે માટે ચર્ચા કરવામાં આવશે અને કેટલાક હોદેદારો સાથે અલગથી પણ બેઠક કરવામાં આવશે. યુથ કોંગ્રેસના હોદેદારો ગુજરાત પરત આવ્યા બાદ યુથ કોંગ્રેસના ઇલેકશનનું પરિણામ પણ જાહેર થશે.