શ્વાસના દર્દીઓમાં 15 ટકાનો વધારો:નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં જ શ્વાસની સમસ્યાના 1800થી વધુ ઈમરજન્સી કેસ, શું તકેદારી રાખવી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા વર્ષની શરૂઆતથી જ ગાત્રો થીજવતી ઠંડી ગુજરાતમાં પડી રહી છે. ત્યારે ઠંડીને સાથે સાથે શ્વાસની સમસ્યાના કેસ પણ ગુજરાતમાં વધી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં શ્વાસની સમસ્યાના કુલ 2134 કેસ નોંધાયા છે. ગત વર્ષની સાપેક્ષમાં શ્વાસની સમસ્યાના દર્દીઓમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. ઠંડું તાપમાન કફ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને ઉત્તેજિત કરી શકે છે. ત્યારે અસ્થમાના તથા ધુમ્રપાન કરતા દર્દીઓએ અને વૃદ્ધ લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

આઠ દિવસમાં જ શ્વાસની તકલીફના 1917 કેસ
ગયા વર્ષે શિયાળામાં સરેરાશ 201 દૈનિક કેસ આવતા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધી સરેરાશ 240 દૈનિક કેસ આવ્યા છે. માત્ર 1થી 8 જાન્યુઆરીમાં જ શ્વાસની તકલીફના 1917 ઈમરજન્સી કેસ 108ને આવ્યા છે.

નવા વર્ષમાં નોંધાયેલા શ્વાસના કેસ

તારીખકેસ
1 જાન્યુ.234
2 જાન્યુ.245
3 જાન્યુ.225
4 જાન્યુ.218
5 જાન્યુ.252
6 જાન્યુ.246
7 જાન્યુ.243
8 જાન્યુ.254

શા માટે શિયાળામાં શ્વાસની સમસ્યા વધે છે?

 • શિયાળામાં હવા સૂકી અને ઠંડી બને છે તેથી શ્વાસની સમસ્યા વધી જાય છે.
 • સૂકી અને ઠંડી હવા શ્વાસનળીને સાંકળી કરે છે અને ફેફસામાં તકલીફ સર્જી શકે છે.
 • ઠંડીમાં ઝેરી પ્રદૂષકો વાતાવરણના નીચલા સ્તરમાં આવવાથી ઉધરસ થવાની સંભાવના વધી જાય છે.
 • ઠંડી હવાથી શ્વસનમાર્ગમાં ભેજના સ્તરમાં ફેરફાર થાય છે. શિયાળામાં ઝડપી શ્વાસોચ્છવાસ કારણે ભેજનું બાષ્પીભવન વધુ થાય છે.
 • ગળાનું રક્ષણાત્મક સ્તર સામાન્ય વાતાવરણ કરતા શિયાળામાં જાડું બને છે જેથી શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય છે.
 • આ ઉપરાંત પ્રદૂષણ, ધુમ્મસ અને સિઝનલ એલર્જીના કારણે શ્વાસની સમસ્યાઓ થાય છે.

શું તકેદારી રાખવી જોઈએ?

 • શ્વાસની દવા ચાલુ હોય તો નિયમિતપણે લેવી.
 • શ્વાસની સમસ્યા વધે તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો
 • શ્વાસના દર્દીએ પ્રદૂષિત હવામાં માસ્ક પહેરવું જોઈએ.
 • ગરમ કપડાં પહેરવા અને નાક અને મોંઢાને યોગ્ય રીતે ઢાંકવા.
 • ધુમ્રપાન કરતા અને અસ્થમાના દર્દીઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...