બેઠકો ખાલી રહી:પેરામેડિકલ કોર્સીસની 23484માંથી 16 હજારથી વધુ બેઠકો ખાલી રહી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, બીજો રાઉન્ડ આવતા સપ્તાહે
  • પ્રવેશ માટે કુલ 7747 વિદ્યાર્થીએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવ્યું

ફિઝિયોથેરાપી, નર્સિંગ સહિતની પેરા મેડિકલની બેઠકો પરની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડના અંતે પેરા મેડિકલની કુલ 23484 બેઠક પર પ્રવેશ માટે કુલ 7747 વિદ્યાર્થીએ રિપોર્ટિંગ કરાવ્યું છે, જ્યારે 16 હજાર બેઠક ખાલી રહી છે. બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શરૂ કરવામાં આવશે.

નર્સિંગ, ઓર્થો, ફિઝિયોથેરાપી સહિતની પેરા મેડિકલ કોલેજોની બેઠકો પરની શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે 21મીથી 27મી ડિસેમ્બર દરમિયાન પ્રથમ રાઉન્ડની ઓનલાઇન ચોઈસ ફિલિંગ કાર્યવાહી રાખવામાં આવી હતી. ચોઇસ ફિલિંગ કરાવનારા વિદ્યાર્થીઓમાંથી 17,677 વિદ્યાર્થીને સીટ ફાળવવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓમાંથી 7747 વિદ્યાર્થીએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવ્યું છે, જ્યારે 10,230 વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કરાવ્યું નથી. શૈક્ષણિક વર્ષ 2021-22માં કુલ 26,415 બેઠકોમાંથી 9300 વિદ્યાર્થીઓએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવ્યું હતંુ. પરિણામે 16 હજાર બેઠકો ખાલી રહી છે.

2021-222022-23
પ્રથમ રાઉન્ડમાં ઉપલબ્ધ સીટ2641523484
પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ, ચોઇસ ફિલિંગ2282017677
રિપોર્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ93007447
રિપોર્ટિંગ ન કરાવનારા વિદ્યાર્થી1352010230
અન્ય સમાચારો પણ છે...