ભાસ્કર વિશેષ:મીનાર્ક કમુરતાં પૂરાં, શનિવારે શહેરમાં 1500થી વધુ લગ્નો, આ વર્ષે હવે ફક્ત 47 મુહૂર્ત જ બાકી રહ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જુલાઈથી 17 નવેમ્બર સુધી ચાતુર્માસ તેમ જ શુક્ર અસ્ત રહેતા માંગલિક કાર્યો નહીં થાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 એપ્રિલ ગુરુવારથી મીનાર્ક કમૂર્તા પૂરા થતા દેશમાં લગ્નની સિઝન શરૂ થશે. 15 એપ્રિલથી શરૂ કરી 31 ડિસેમ્બર 2022 દરમિયાન લગ્નના ફક્ત 47 મુહૂર્ત છે. કોરોનાકાળના 2 વર્ષ બાદ હવે ફરીથી લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. અમદાવાદમાં 16 એપ્રિલને શનિવારે 1500થી વધુ લગ્નો યોજાય તેવી શક્યતા છે. તેની સાથે જ આ વર્ષે 10 જુલાઈથી 17 નવેમ્બર સુધી ચાતુર્માસ તેમજ શુક્ર અસ્ત રહેતા લગ્નો નહીં યોજી શકાય. વર્ષ 2021માં લગ્નના 72 મુહૂર્ત હતા.

જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, એપ્રિલમાં લગ્નના 9, મે મહિનામાં સૌથી વધુ 13, જૂનમાં 9, જુલાઈમાં 7 મુહૂર્ત છે. ત્યારબાદ 10 જુલાઈ 2022 અષાઢ સુદ અગિયારસથી 4 નવેમ્બર 2022 કારતક સુદ અગિયારસ શુક્રવાર સુધી ચાતુર્માસ રહેશે. તેની સાથે જ 2 ઓક્ટોબર રવિવારથી 17 નવેમ્બર ગુરુવાર સુધી શુક્ર અસ્ત રહેશે. જેથી આ સમય દરમિયાન લગ્નના મુહૂર્ત નહીં હોવાથી લગ્નો યોજી શકાશે નહીં.

મેમાં લગ્નના સૌથી વધુ 13 જ્યારે નવેમ્બર-ડિસેમ્બરમાં 5-5 મુહૂર્ત

મહિનોલગ્નના મુહૂર્ત
એપ્રિલ

15, 16, 17, 19, 20,21,22, 24 અને 25

મે

2, 4, 10, 11, 12, 13,14, 16, 18, 20, 21, 26 અને 27

જૂન

1, 6, 8, 11, 12, 13, 16,21 અને 23

જુલાઈ

3, 4, 5, 6, 7, 8 અને 9

નવેમ્બર

25, 26, 27 અને 28

ડિસેમ્બર2, 4, 8, 9 અને 14

મોટાભાગના પાર્ટી પ્લોટ, મ્યુનિ. હોલ બુક
મોટી સંખ્યામાં લગ્નો થવાના છે ત્યારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટાભાગના પાર્ટી પ્લોટ તેમજ હોલનું એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે. તેની સાથે જ કેટરિંગ તેમજ ડીજેના વ્યવસાયમાં બે વર્ષની સરખામણીમાં 10થી 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જૂનમાં રિવરફ્રન્ટ ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...