• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • More than 130 doctors were infected while serving a corona patient, 20 recovered after being on bipap oxygen and returned to treatment.

ડોક્ટર્સ ડે / કોરોનાના દર્દીની સેવા કરતાં કરતાં 130 ડોક્ટરને ચેપ લાગ્યો હતો, 20 બાયપેપ-ઓક્સિજન પર રહ્યા પછી સાજા થઈ ફરી સારવારમાં ઉતર્યા

ઉપર ડાબેથી ડો. વિશાલ કચ્છી, ડો. ડી.સી. ત્રિપાઠ, ડો. જીતુ પરીખ, ડો.  તૃપ્તિ સાવરિયા, ડૉ.મૈત્રેય ગજ્જર, ડો. દર્શન પંડ્યા.
ઉપર ડાબેથી ડો. વિશાલ કચ્છી, ડો. ડી.સી. ત્રિપાઠ, ડો. જીતુ પરીખ, ડો. તૃપ્તિ સાવરિયા, ડૉ.મૈત્રેય ગજ્જર, ડો. દર્શન પંડ્યા.
X
ઉપર ડાબેથી ડો. વિશાલ કચ્છી, ડો. ડી.સી. ત્રિપાઠ, ડો. જીતુ પરીખ, ડો.  તૃપ્તિ સાવરિયા, ડૉ.મૈત્રેય ગજ્જર, ડો. દર્શન પંડ્યા.ઉપર ડાબેથી ડો. વિશાલ કચ્છી, ડો. ડી.સી. ત્રિપાઠ, ડો. જીતુ પરીખ, ડો. તૃપ્તિ સાવરિયા, ડૉ.મૈત્રેય ગજ્જર, ડો. દર્શન પંડ્યા.

  • સિવિલમાં ઈન્ટર્નથી માંડી પ્રોફેસર્સ સહિતના ડોક્ટરોએ 3થી 12 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું
  • કેટલાક ડોક્ટર ICUમાં રહેવા છતાં કોરોના સામેનો જંગ લડી રહ્યા છે
  • ડોક્ટરોનું કહેવું છે કે, હોસ્પિટલો દર્દીથી ઊભરાતી હોય ત્યારે તેઓ ઘરે બેસી રહે તે સાચો ડોક્ટર ધર્મ કહેવાય નહીં

સમીર રાજપૂત

Jul 01, 2020, 06:27 AM IST

અમદાવાદ. વિશ્વભરમાં 1 જુલાઈ ‘ડોક્ટર-ડે’ તરીકે મનાવવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં લોકોની સેવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોક્ટર્સ ખડેપગે ઊભા રહી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે. 20 ડોક્ટરને બાયપેપ, ઓક્સિજન, સ્ટીરોઈડ પર રાખવા પડ્યા હતા અને ટોસીલીઝુમેબના ઈન્જેક્શન પણ આપવા પડ્યા હતા. ઘણા ડોક્ટરે કોરોનાના ચેપને કારણે આઈસીયુમાં 8થી 15 દિવસ કાઢવા પડ્યા હતા. જો કે, આ બધા ડોક્ટર સાજા થઈને ફરી કોરોનાગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે.

સિવિલની કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. હિતેન્દ્ર દેસાઈએ કહ્યું, સારવાર કરતાં કરતાં સિવિલના ઈન્ટર્નથી માંડી પ્રોફેસર સહિતના 130 ડોક્ટરને ચેપ લાગ્યો હતો. ઈમરજન્સી વિભાગના ડો. ચિરાગ પટેલ 12 દિવસથી સારવાર હેઠળ છે. જ્યારે 20થી વધુ ડોક્ટરે 3થી 12 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

5 દિવસ બાયપેપ પર રહેવું પડ્યું હતું 
સીનર્જી હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સીવીસ્ટ ડો. વિશાલ કચ્છીએ કહ્યું કે, હું 20 મેએ નારાયણા હોસ્પિટલમાં દાખલ થયો હતો, 23 મેએ ઓક્સિજન લેવલ ઘટતાં 10 લિટર સુધી ઓક્સિજન પર અને 5 દિવસ બાયપેપ પર રાખવો પડ્યો. 5મી જૂને રજા આપી હતી. મને પણ ખબર નથી કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો. 

ડોકટર થઇને ડરું તો સેવા કોણ કરે?
સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડો. ડી.સી. ત્રિપાઠીએ જણાવ્યું કે, મેમાં કોવિડ હોસ્પિટલમાં નોડલ ઓફિસરની ડ્યુટી વખતે દર્દીને તપાસતાં ઇન્ફેકશન લાગ્યું. 27 મે બાદ હાઇગ્રેડ તાવ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 15 દિવસ આરામ પછી ફરી ડ્યૂટી જોઈન કરી. હું ડોકટર થઇને ડરું તો દર્દીની સેવા કોણ કરે. 

ડોક્ટરની ફરજ દર્દીની સેવા જ છે
સિવિલના મેડીસિન વિભાગના એસો. પ્રોફેસર ડો. જીતુ પરીખે કહ્યું કે, કોવિડમાં ડ્યૂટી દરમિયાન ચેપ લાગ્યો. 9 જૂને પોઝિટિવ આવતા યુ.એન. મહેતામાં દાખલ કર્યો, ફેફસાંમાં ઇન્ફેકશન હોવાથી ટોસીલીઝુમેબ ઇન્જેક્શન અને સ્ટીરોઇડ આપ્યાં. હવે ફરી ડ્યૂટી પર છું. સાજો થયા પછી ડોકટર તરીકે ઘરે બેસી રહું તે કેમ ચાલે? 

દર્દીનાં સેમ્પલ લેતા ચેપ લાગ્યો
સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના રેસિડેન્ટ ડોકટર ડો.  તૃપ્તિ સાવરિયાએ જણાવ્યું કે, 1200 બેડની હોસ્પિટલમાં રોજ 200 દર્દીનાં સેમ્પલ લેતી હતી. આ દરમિયાન ચેપ લાગ્યો. શરૂમાં 1 દિવસ આઇસીયુમાં ઓક્સિજન પર રખાઇ હતી.  આજે હું ફરીથી ફરજ પર છું. કોરોનાથી ડરવા કરતાં સાવધાની જરૂરી છે.  

PPE કિટ હોવા છતાં સંક્રમિત થયો
કોવિડ હોસ્પિટલમાં ઓએસડી ડૉ.મૈત્રેય ગજ્જરે જણાવ્યું કે. કોવિડ હોસ્પિટલમાં સ્ટાફની જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી મારા પર હોવાથી પીપીઇ કિટ પહેરીને રાઉન્ડ લેતો હતો, છતાં ચેપ લાગ્યો. જેવો સ્વસ્થ થયો તે સાથે ફરીથી ફરજ પર હાજર થયો છું. હું 63 વર્ષનો હોવા છતાં સાવધાની રાખી સ્વસ્થ થયો છું.  

મેં બે વાર પ્લાઝમા પણ ડોનેટ કર્યું
SVPના રેસિડેન્ટ ડોકટર ડો. દર્શન પંડ્યાએ કહ્યું કે, એસવીપીમાં 23 માર્ચથી કોવિડ ઓપીડી અને ત્યારબાદ આઇસીયુમાં બે અઠવાડિયા ડ્યૂટી કરી હતી. પોઝિટિવ આવ્યા પછી ક્વોરન્ટાઈનમાં રહ્યો. સ્વસ્થ થતાં ફરજ પર પાછો ફર્યો. કોવિડના દર્દી માટે મેં બે વાર પ્લાઝમા ડોનેટ કર્યું છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી