પ્રવેશ પ્રક્રિયા:MBA-MCAમાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી, હવે CMAT વિના વધુ બેઠકો ભરાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કોલેજોએ 22મીએ વેબસાઈટ પર મેરિટ લિસ્ટ જાહેર કરવુ પડશે

રાજ્યમાં MBA-MCAમાં બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને બે રાઉન્ડ બાદ 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે હવે સીમેટ વગર વધુ બેઠકો ભરાશે. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલી આગળની પ્રક્રિયા અને કાર્યક્રમ મુજબ ખાલની કોલેજોએ 15મીથી અરજી મંગાવી મેરિટ પ્રમાણે બેઠકો ભરવાની રહેશે.

કોલેજોએ 15મીથી 19મી સુધી વેકેન્ટ ક્વોટોમા પ્રવેશ આપવો પડશે
સરકારના ટેકનિકલ કોર્સના પ્રવેશના નિયમો મુજબ MBA-MCAમાં વેકેન્ટ કવોટામા ખાલી બેઠકો હવે જે તે ખાનગી કોલેજ પોતાની રીતે ભરશે પરંતુ નિયમો મુજબ સૌપ્રથમ CMAT-CATથી ભરાશે અને ગુજરાતના તથા રાજ્ય બહારના પ્રવેશ પરીક્ષા પાસ વિદ્યાર્થીઓને તક આપવાની રહેશે ત્યારબાદ ખાલી રહેતી બેઠકો CMAT વગર ગ્રેજ્યુએનના પરિણામથી ભરી શકાશે. કોલેજોએ 15મીથી 19 મી સુધી વેકેન્ટ ક્વોટોમા પ્રવેશ આપવા પ્રક્રિયા કરવાની રહેશે.

કોલેજોએ 22મીએ વેબસાઈટ પર મેરિટ લિસ્ટ જાહેર કરવુ પડશે
કોલેજોએ ઈન્ટરસેટ મેરિટથી બેઠકો ભરવાની રહેશે અને આ વર્ષે નવા નિયમ મુજબ ફરજીયાત કોલેજે 22મીએ વેબસાઈટ પર મેરિટ લિસ્ટ જાહેર કરવુ પડશે.24મી સુધી વેકેન્ટો ક્વોટા ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.મહત્વનું છે કે એમબીએની 9573 અને એમસીએની 4701 સહિત 14 હજારથી વધુ બેઠકોમાંથી સીમેટના આધારે માંડ 3 હજારથી વધુ એટલે કે 30 ટકા બેઠકો ભરાઈ છે.હવે સીમેટ વગર 5થી6 હજાર બેઠકો ભરાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...