તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈદિક હોળી:શહેરની 1000થી વધુ સોસાયટી લાકડાં નહીં પણ ગૌ-કાસ્ઠથી ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સનાતન વૈદિક હોળીનો સંદેશો આપવાનો હેતુ, માત્ર ગાયના છાણાનો ઉપયોગ થશે

અમદાવાદની જુદીજુદી 1000થી વધુ સોસાયટીમાં આ વર્ષે માત્ર વૈદિક પરંપરાથી હોળીકા દહન કરવામાં આવશે. વૃક્ષોનું નિકંદન અટકાવવા તેમજ વાતાવરણને કોરોના વાયરસથી મુક્તિ અપાવવાના ઉદ્દેશથી સેકડો ગૌ પ્રેમીઓ દ્વારા શહેરમાં આ વિશિષ્ટ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશમાં અમદાવાદની શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન (એસજીવીપી)-છારોડી, કેસર ગૌશાળા-સુઘડ, ગૌકુંજ ગૌશાળા–મોટેરા, શાલીગ્રામ ગીર ગૌશાળા-દંતાલી, ગૌગ્રામ ગૌશાળા–જાસપુર, સનાતન ગીર ગૌશાળા-વૈષ્ણોદેવી સર્કલ, બંસી ગીર ગૌશાળા–શાંતીપુરા સર્કલ સહિતની વિવિધ ગૌશાળાનો સહયોગ રહેવાનો છે. અત્યાર સુધી શહેરની 50થી વધુ સોસાયટીએ ગૌ-કાસ્ટ માટે નોંધણી કરાવી દીધી છે.

એસજીવીપી ગુરૂકુળની ગૌશાળામાં 200થી વધુ ગાયો છે. અહીં ગાયોના છાણમાંથી લાકડા સ્વરૂપે ગૌ-કાસ્ટ (સ્ટીક) તૈયાર કરવામાં આવી છે જે હોળીકા દહન વખતે લાકડાની જગ્યાએ ઉપયોગ કરી શકાશે. ગૌ પ્રેમી મિનેષભાઈ પટેલે કહ્યું કે ઘણા વર્ષોથી સનાતન વૈદિક હોળીનું સ્થાન લાકડા, ઘરના બેકાર ફર્નિચર, રબરના ટાયર, પ્લાસ્ટિક સહિતના પર્યાવરણને નુકસાનકર્તી સામગ્રીએ લીધું. છેલ્લા 10 વર્ષથી પારંપરીક સામગ્રી તેમજ ગૌ માતાના છાણથી હોળીકા દહન થાય એવો સતત પ્રયાસ કરી રહ્યાં છીએ.

ન્યુ સી.જી. રોડ સ્થિત દેવરથ બંગલોસના રહિશ અને ગૌ પ્રેમી ગૌતમ બોરીસા કહે છે કે, કોરોના વાયરસને વાતાવરણમાંથી સમન કરવાનું સામર્થ્ય ગૌ માતાના છાણમાં છે. પશ્વિમ અમદાવાદ સહિત સમગ્ર અમદાવાદમાં આ પ્રયોગ વેગવંતો બને તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો