હક માટે હડતાળ:બોપલ-ઘુમાના સમાવિષ્ટ સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માટે 100થી વધુ કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારોને મનપામાં સમાવેશ કરવામાં આવ્યો પરંતુ કર્મચારીઓ સાથે ભેદભાવ

અમદાવાદના છેવાડે આવતાં કેટલાક ગ્રામ પંચાયત અને નગરપાલિકાના કેટલાક નવા વિસ્તારોનો સમાવેશ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે. દસક્રોઈ તાલુકાના બોપલ અને ઘુમા વિસ્તારોનો પણ હવે કોર્પોરેશનમાં સમાવેશ થયો છે જેથી આ ગ્રામપંચાયત અને નગરપાલિકાના સફાઈ કામદારોનો પણ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે તે તેવી માંગ સાથે આજે 200 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાળ પર બેઠા છે. બોડકદેવ નવા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે તેઓ હડતાળ પર ઉતરી માગણી કરી છે કે આ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેમણે પણ કોર્પોરેશનમાં કામ કરતા કર્મકચારીઓને હક મળે છે તે જ તેમને પણ મળવા જોઈએ.

ઘુમા નગરપાલિકાના સમાવિષ્ટ સફાઈ કર્મચારીઓ આજે સાંજથી હડતાળ પર બેઠા
ઘુમા નગરપાલિકાના સમાવિષ્ટ સફાઈ કર્મચારીઓ આજે સાંજથી હડતાળ પર બેઠા

અમદાવાદનાં નવા સમાવેલા વિસ્તારો બોપલ અને ઘુમા નગરપાલિકાના સમાવિષ્ટ સફાઈ કર્મચારીઓ આજે સાંજથી હડતાળ પર બેઠા છે. તેમની માગણી છે કે કોર્પોરેશનના જે પણ વિસ્તારો છે અને આ વિસ્તારોના સફાઈ કર્મચારીઓને લાભ મળે છે તેમ આ નવા સમાવેલા વિસ્તારોના સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી અમારી માગણી છે. ઘણા કેટલા સમય થી અમે કોર્પોરેશન અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે પણ અમારી વાતો અને રજૂઆતો કોઈ સાંભળતું નથી તેવા પણ સફાઈ કર્મચારીઓએ આક્ષેપ કર્યા છે અને અધિકારીઓના નામની હાય હાય બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...