ભાજપના આઇટી સેલ:ભાજપના IT સેલના 100થી વધુ વૉલન્ટીયર, 50 હજારથી વધુ વૉટ્સએપ ગ્રુપમાં કન્ટેન્ટ મોકલે છે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપના આઇટી સેલની અંદરથી... રાજ્યના 1 હજાર કાર્યકર્તા સામેલ

અમદાવાદમાં ભાજપ દ્વારા સોશિયલ મીડિયા વૉર રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ વૉર રૂમમાં 100થી વધુ વૉલન્ટીયર્સ રાઉન્ડ ધ ક્લૉક કામ કરે છે. અહીં પાર્ટીના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સનું સંચાલન કરવામાં આવે છે. ભાજપના આઇટી અને સોશિયલ મીડિયા સેલના સ્ટેટ કૉ-ઓર્ડિનેટર ડૉ.પંકજ શુક્લએ જણાવ્યું હતું કે અમે ખાસ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સેલની રચના કરી છે.

અહીં 100થી વધુ વૉલન્ટીયર કામ કરે છે તથા રાજ્યભરના 10 હજારથી વધુ કાર્યકર્તા સંકળાયેલા છે. ભાજપનો આઇટી સેલ આમ તો 365 દિવસ સક્રિય રહે છે પણ રાજ્યમાં ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા વૉર રૂમની રચના કરાઈ છે. આ સેલ કેવી રીતે કામ કરે છે એ વિશે જણાવતા શુક્લએ કહ્યું હતું કે ટીમના સભ્યો દ્વારા જે કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે તે 50 હજારથી વધુ વૉટ્સએપ ગ્રુપમાં શૅર કરવામાં આવે છે. આ ટીમ દ્વારા વિવિધ જિલ્લાના પાર્ટીના અકાઉન્ટ્સનું પણ સંચાલન કરવામાં આવે છે.

શુક્લએ જણાવ્યું હતું કે રાજકારણના ટ્રેન્ડિંગ ટૉપિક્સના આધારે કન્ટેન્ટની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવે છે. વૉર રૂમના સાઉથ ઝોનના ઇન્ચાર્જ કલ્પેશે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ વિશે વિપક્ષના નેતાઓના નિવેદન પર અમારી નજર રહે છે.
ભાજપનો સોશિયલ મીડિયા વૉર રૂમ

50 હજારથી વધુ વૉટ્સએપ ગ્રુપમાં કન્ટેન્ટ મોકલાય છે. { 100 સોશિયલ મીડિયા વૉરિયર્સ કામ કરે છે { 1000થી વધારે કાર્યકર્તા રાજ્યભરમાં આઇટી સેલ માટે કામ કરે છે, 365 દિવસ એક્ટિવ { રાજકારણમાં ટ્રેન્ડીંગ હોય એવા ટૉપીક પર કન્ટેન્ટ બને છે. { 10 હજારથી વધુ કાર્યકર્તા કન્ટેન્ટ શૅર કરે છે.

સોશિયલ મીડિયા વૉરિયર્સ માત્ર રાજ્યના નહીં પણ જિલ્લા સ્તરના પેજીસ પણ હેન્ડલ કરે છે. { ડો. પંકજ શુક્લ, IT સેલ કૉ-ઓર્ડિનેટર

અન્ય સમાચારો પણ છે...