કોરોનાવાઈરસ:અમદાવાદના 48 વોર્ડમાંથી 34માં અત્યાર સુધી 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમાલપુર 941 કેસ સાથે પ્રથમ, 725 કેસ સાથે ખાડિયા બીજા ક્રમે

અમદાવાદમાં આવેલા 48 વોર્ડમાંથી 34 વોર્ડ એવા છે જ્યાં અત્યાર સુધી 100થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. સૌથી વધુ 941 કેસ જમાલપુર વોર્ડમાં છે. એ પછી બીજા ક્રમે 725 કેસ સાથે ખાડિયા વોર્ડ આવે છે.  દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા મક્તમપુરામાં કેસનો આંકડો 100એ પહોંચ્યો છે.
એ જ રીતે બહેરામપુરામાં 559, મણિનગરમાં 486 કેસ, દાણીલીમડામાં 496 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. પશ્ચિમ અમદાવાદના નવરંગપુરામાં અત્યાર સુધી 217, રાણીપમાં 193,  વાસણા 173, પાલડીમાં 162 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. 
પશ્ચિમ અમદાવાદમાં કેસ વધી રહ્યા છે
ખાડિયા-725
અસારવા-477
દરિયાપુર-280
જમાલપુ-ર941
શાહપુર-377
શાહીબાગ-191
નવાવાડજ-166
નારણપુરા-134
વાસણા-173
પાલડી-162
રાણીપ-193
ચાંદખેડા-121
નવરંગપુરા-217
જોધપુર-124
વેજલપુર-186
મક્તમપુરા-100
કુબેરનગર-324
બાપુનગર-369
રખિયાલ-406
ઠક્કરબાપા-148
સૈજપુરબોઘા-106
નરોડા-265
અમરાઈવાડી-227
ગોમતીપુર-321
ઓઢવ-179
નિકોલ-140
વસ્ત્રાલ-131
દાણીલીમડા-496
ઈસનપુર-312
મણિનગર-486
બહેરામપુરા-559
વટવા-241
લાંભા-127

અન્ય સમાચારો પણ છે...