તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા પહોંચી કેન્દ્રની ટીમ:સુરત-રાજકોટમાં રોજના 100થી વધુ કેસ, છતા કેન્દ્રની ટીમ રોજના 50 કેસવાળા મહેસાણા કેમ પહોંચી?

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા બાદ કેન્દ્રની ટીમે મહેસાણાની મુલાકાત લીધી
  • મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 50 કરતા વધુ કેસો આવી રહ્યાં છે
  • રાજકોટમાં રોજના 137 કેસ અને સુરતમાં 200થી વધુ કેસ

ગુજરાતમાં કોરાનાની સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે કેન્દ્રની ટીમ બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ટીમે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. જેને જોઇને લાગી રહ્યું હતું કે, કેન્દ્રની ટીમ ચાર મહાનગરોની મુલાકાત કરશે અને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરીને સૂચનો આપશે. પરંતુ આ બધાની વચ્ચે આ ટીમે અચાનક જ મહેસાણાની મુલાકાત લીધી હતી. મહેસાણા કરતા સુરત અને રાજકોટમાં વધારે કેસ હોવા છતાં પણ કેન્દ્રીય ટીમે મહેસાણાની મુલાકાત લેવા જતાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે.

કેન્દ્રની આરોગ્ય ટીમે અમદાવાદની હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિ જાણી હતી
કેન્દ્રની આરોગ્ય ટીમે અમદાવાદની હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિ જાણી હતી

કેન્દ્રની ટીમ સુરત-રાજકોટના બદલે અચાનક મહેસાણા કેમ ગઈ?
સુરત અને રાજકોટના બદલે કેન્દ્રીય આરોગ્ય ટીમ મહેસાણા કેમ ગઇ તે અંગે ચર્ચા છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છેકે, મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 50 કરતા વધુ કેસો આવી રહ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે પાટણ, બનાસકાંઠા, પાલનપુર, અરાવલ્લી અને હિમંતનગર જિલ્લાના દૈનિક કેસો સાથે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી દરરોજ 160થી 190ની વચ્ચે કેસ નોંધાયા છે. તેથી બની શકે કે ઉત્તર ગુજરાતમાં કેસો વધતા ત્યાં કેવા પ્રકારની સારવાર અને સુવિધા આપવામાં આવે છે તેની ચકાસણી કરવા ટીમ પહોંચી હોય.

સંજીવની રથ અંગે સ્થાનિક અધિકારીઓએ કેન્દ્રની ટીમને માહિતી આપી હતી
સંજીવની રથ અંગે સ્થાનિક અધિકારીઓએ કેન્દ્રની ટીમને માહિતી આપી હતી

ટીમને રાજકોટ જવાની કેમ જરૂર હતી?
કેન્દ્રની ટીમે અમદાવાદ અને વડોદરા શહેરની મુલાકાત લીધી હતી અને તેમણે રાજકોટ શહેરની પણ મુલાકાત લેવાની જરૂર હતી. કારણ કે રાજકોટ શહેરમાં આસપાસના અને સૌરાષ્ટ્રભરમાંથી અનેક લોકો રોજગારી અર્થે આવતા હોય છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેર જિલ્લાના છેલ્લા ત્રણ દિવસના કેસ જોઇએ તો અહીં દરરોજ 137 કેસ નોંધાઈ રહ્યાં છે. તેવામાં કેન્દ્રએ રાજકોટની મુલાકાત લઇને ત્યાંની સ્થિતિથી વાકેફ થઇ જરૂરી સૂચનો આપવાની જરૂર હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો