તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સરના દર્દીઓને હાલાકી:સિવિલની કેન્સર હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ફેરવાતાં કેન્સરની 100થી વધુ સર્જરી મોકૂફ રાખવા ફરજ પડી

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • મા કાર્ડના ડેટા પરથી ખબર પડી કે કેન્સરના દર્દીઓને અઠવાડિયા પછીની તારીખ અપાઈ

સિવિલ હોસ્પિટલ સ્થિત કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે કન્વર્ટ કરાતા 100થી વધુ ગંભીર દર્દીઓની સર્જરી મોકૂફ રાખવી પડી છે. મા કાર્ડનો ડેટા તપાસતા આ દર્દીઓને સર્જરી માટે અઠવાડિયા પછીની તારીખ આપવામાં આવી છે. બીજી તરફ કિડની અને હાર્ટના રૂટિન દર્દીઓની ઓપીડીમાં પણ ઘટાડો થયો છે. આ કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓની સ્થિતિ કફોડી બની છે.

ઓપીડીમાં દર્દીઓની સંખ્યા નહિવત્
કોરોના કેસો વધતા સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટલ ઉપરાંત કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. આ કારણે ત્રણે સુપર સ્પેશિયાલિટીના દર્દીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ગંભીર દર્દીઓએ તો સમાચાર મળતાની સાથે હોસ્પિટલ જવાનું ટાળી રહ્યાં છે. કિડની હોસ્પિટલમાં રોજની ઓપીડીમાં 700-800, કેન્સર હોસ્પિટલની ઓપીડીમાં 600-700 અને યુ.એન.મહેતા હોસ્પિટલની ઓપીડીમાં 400થી વધુ દર્દીઓ આવે છે જ્યારે હવે ઓપીડીમાં નહીવત દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે.

કેન્સર હોસ્પિટલમાં કોવિડ માટે 250 બેડ ફાળવાયા
સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર કહે છે કે, 1200 બેડ હોસ્પિટલમાં હજુ ઘણા બેડ ખાલી છે તેમજ ટ્રોમા સેન્ટરને પણ કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે ત્યારે સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના દર્દીઓને હેરાન કરવાનું ટાળવું જોઈએ. સરકારે આ દર્દીઓનું પણ વિચારવું જોઈએ.હાલ કોવિડના દર્દીઓ માટે કિડની હોસ્પિટલમાં 160, કેન્સર હોસ્પિટલમાં 250 અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં 120 બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સિવિલ 1200 બેડમાંથી દરરોજ અહીં દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો