તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરાઈ, 10થી વધારે શંકાસ્પદ લક્ષણ ધરાવનારના સેમ્પલ લેવાયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરાતા તમામ દરવાજા બહાર ચેકપોસ્ટ ઊભી કરાઈ
  • કોરોના ચેકપોસ્ટ પરની કામગીરીનું AMC અને પોલીસ કમિશનરે નિરિક્ષણ કર્યુ

શહેરના કોટ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવ કેસોને પગલે બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે સવારથી શહેરના 13 દરવાજા પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવ્યા છે. અહીં સવારથી અત્યાર સુધી 10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરવામાં આવી છે. જેમાં 10થી વધારે લોકોમાં શંકાસ્પદ લક્ષણોના દેખાતા તેમના બ્લડના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સ્થિતિ તપાસી
કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરાયા બાદ આજે સવારથી તમામ દરવાજા બહાર ચેકપોસ્ટ ઊભી કરાઈ હતી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા રાઉન્ડમાં નીકળ્યા હતા. ત્યાં તમામ પોસ્ટ પર ચેકિંગ થાય છે કે નહીં તેની તપાસ કરી હતી.
સવારથી આવશ્યક સ્ટાફ જ જોવા મળ્યો
કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાતા સવારથી આરોગ્ય વિભાગનો સ્ટાફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ, પોલીસ અને જે જરૂરી સ્ટાફ છે તે જ જોવા મળ્યો હતો. અહીં રહેતા સામાન્ય લોકો બહુ ઓછા બહાર જતા જોવા મળ્યા હતા. તેઓ સવાર માત્ર દૂધ અને શાકભાજી લેવા માટે નીકળ્યા હતા.
બફરઝોનમાં સેનેટાઈઝેશન
કોરોના પોઝિટિવના કેસ વધતા શહેરના કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરાયા બાદ આજે સવારે ખાસ મિશનોનથી સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. માર્ગો સહિતની જગ્યાએ સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો