બાળકોમાં સંક્રમણ:રાજ્યમાં 1 હજારથી વધુ બાળકો સંક્રમિત, એકપણ એડમિટ નહીં એ રાહત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના વિવિધ શહેરોમાં 1લી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 1 હજારથી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. જો કે રાહતની વાત એ છે કે એકપણ બાળકને ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી કે એકપણ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. જે બાળકો સંક્રમિત થયા છે એમાં 532 કેસ માત્ર સુરતમાં નોંધાયા છે. રાજકોટમાં 80 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જ્યારે ગાંધીનગરમાં 50 તથા વડોદરામાં 20 વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ ચૂક્યાં છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા સરકારે 31 જાન્યુઆરી સુધીમાં પ્રાથમિક શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 30 હજાર પર પહોંચવા આવી છે. જેમાંથી 13 હજારથી વધારે એક્ટિવ કેસ એકલા અમદાવાદમાં છે. જે કુલ એક્ટિવ કેસના 43 ટકાથી વધારે છે. સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા 7500 છે. જે કુલ એક્ટિવ કેસના 25 ટકાથી વધારે છે. એકલા અમદાવાદ અને સુરતમાં થઇને કુલ એક્ટિવ કેસના 68 ટકાથી વધારે એક્ટિવ કેસ છે. રાજકોટ અને વડોદરામાં 1300-1300 એક્ટિવ કેસ છે. આણંદ, ગાંધીનગર અને વલસાડ જિલ્લાઓમાં 500થી વધારે એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...