મેગા વેક્સિનેશન ડ્રાઈવ:રાજ્યમાં 22.15 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ, અમદાવાદમાં CM અને જામનગરના સિક્કામાં રૂષિકેશ પટેલે શરૂઆત કરાવી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7500 ગામડાઓમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક
  • રાતના 10 વાગ્યા સુધી વેક્સિનેશન ડ્રાઈવ ચાલી

રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ હતી. રાજ્ય વ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે સિક્કા જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્યવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં રાતના 10 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.

વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગ ના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે. હજુ વધુને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.

આ મેગા ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. 14 હજારથી વધુ બૂથ પર નાગરિકો વેક્સિન લઇ રહ્યા છે. રાજ્ય સરકારની આ ઝુંબેશમાં નાગરિકોએ પણ ઉત્સાહ પૂર્વક સારો પ્રતિસાદ આપ્યો છે.

મુખ્ય સચિવ પંકજકુમાર, આ મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. હજુ વધુને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.

17 તાલુકાઓમાં 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને પ્રથમ ડોઝ
સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.35 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8,34,787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ 5,906 ગામડાઓ, 104 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 17 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.

2236 કોલ્ડ ચેઇન પોઇન્ટ ઉપલબ્ધ
રાજ્યમાં કોવિડ-19 રસીના સ્ટોરેજ 6 ઝોન કક્ષાના વેક્સિન સ્ટોર, 41 જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા 2236 કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં 12,000થી વધુ તાલીમબધ્ધ વેક્સિનેટર ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...