વરસાદ:અમદાવાદ શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ, વાસણા બેરેજના 2 ગેટ અઢી ફૂટ સુધી ખોલાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદી માહોલમાં ચાંદલોડિયામાં શાકભાજી માર્કેટમાં રંગબેરંગી છત્રીઓ. - Divya Bhaskar
વરસાદી માહોલમાં ચાંદલોડિયામાં શાકભાજી માર્કેટમાં રંગબેરંગી છત્રીઓ.

અમદાવાદ શહેરમાં રવિવારે પાંચ વાગ્યાથી સોમવારે સાંજે સાત વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં સરખેજ વિસ્તારમાં સૌથી વધુ 25 મિમી, બોડકદેવમાં 16 મિમી, મણિનગરમાં 14 મિમી વરસાદ, પાલડી વિસ્તારમાં 13 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.

શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં નદીમાં પાણીની આવક થઈ હતી. બીજી તરફ નર્મદા કેનાલમાંથી પણ 590 ક્યુસેક પાણીની આવક નદીમાં થઈ હતી તેમ જ ત્યાંથી 910 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ હતી. બીજી તરફ વાસણા બેરેજના બે દરવાજા અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીનો કુલ 244.68 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ

ઝોનવરસાદ (મિમીમાં)
પૂર્વ23
પશ્ચિમ22.65
ઉ.પશ્ચિમ26
દ.પશ્ચિમ30.5
મધ્ય32.25
ઉત્તર17.17
દક્ષિણ36
સરેરાશ26.8
અન્ય સમાચારો પણ છે...