તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:વધુ એક સગર્ભાએ કોરોના સામે જંગ જીત્યો, બે મહિનામાં 40 સગર્ભાઓ સિવિલ હોસ્પિટલમાં સ્વસ્થ થઈ ઘરે ગઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગર્ભાએ કોરોનાની સારવાર દરમિયાન બાળકને જન્મ આપ્યો અને કોરોના મુક્ત થતાં તબીબોએ તેને માર્ગદર્શન આપી ઘરે મોકલી હતી. - Divya Bhaskar
સગર્ભાએ કોરોનાની સારવાર દરમિયાન બાળકને જન્મ આપ્યો અને કોરોના મુક્ત થતાં તબીબોએ તેને માર્ગદર્શન આપી ઘરે મોકલી હતી.
  • કોરોના સામે જંગ જીતનારને તબીબોએ ઘરે ગયા પછી શું કરવું તેની પણ સલાહ આપી
  • મારૂં અને મારા દીકરાને સિવિલ હોસ્પિટલમાં ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું-અનિતાબેન

દિવસેને દિવસે વકરી રહેલો કોરોના સગર્ભા મહિલાઓને પણ પોતાનો ચેપ લગાવી રહ્યો છે. જો કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા અપાતી સારવારના કારણે બે મહિનામાં 40 કોરોનાગ્રસ્ત સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે. સગર્ભાને કોરોના થયા બાદ સિવિલમાં દાખલ કરાઈ અને સારવાર દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો.  મહિલાએ પ્રસૂતિ બાદ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરતા સિવિલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દીકરાને ડોક્ટર બનાવી-કોરોના સામે જીતનાર માતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની સેવાથી અત્યંત પ્રસન્ન થયેલાં અનિતાબેન ગદ્દગદિત સ્વરે જણાવે છે કે, હું મારા દીકરાને ભણાવી-ગણાવીને ડૉક્ટર બનાવીશ. પોતાના નવજાત શિશુ સાથે સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફરતા અનિતાબેનના ચહેરા પર એક અલગ જ પ્રકારનો આનંદ છવાયેલો હતો.અનિતાબેન પોતાની પ્રસુતિને લઈને ખૂબજ ચિંતિત હતા દરમિયાન તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા. અનિતાબેન સગર્ભા હોવાની સાથે-સાથે કોરાનાથી પણ પોઝિટિવ હતા. જેથી તેમનો પરિવાર ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઘર જેવું વાતાવરણ મળતા તેમની ચિંતા ઓ દુર થઈ ગઈ હતી.

કોરોના સારવાર દરમિયાન બાળકને જન્મ આપ્યો

14 દિવસ પહેલાં અનિતાબેનને કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન તેઓએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. માતા અને બાળક બંન્નેની તબિયતનું સંપૂર્ણ ધ્યાન સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા રાખવામાં આવ્યું હોવાનો સંતોષ તેમના ચહેરા પર  સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોતાની સારવાર વિશેનો અનુભવ વ્યક્ત કરતાં લાગણીશીલ થઈ અનીતાબેન જણાવે છે કે, ‘હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા મારું અને મારા દિકરાનું ખૂબ જ ધ્યાન રાખવામા આવ્યું છે, અમને સમયસર નાસ્તો, બે સમય પૌષ્ટિક જમવાનું, જ્યુશ, પાણી, સ્તનપાન અંગે માર્ગદર્શન, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય તે માટે વિવિધ દવાઓ પણ આપવામાં આવતી હતી.’સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતાં સમયે ડોક્ટર્સ દ્વારા પૂરતા પ્રમાણમાં માસ્ક અને સેનિટાઈઝર્સની બોટલ તેમજ ઘરે ગયા પછી બાળકના ઉછેર અંગેની જરૂરી સલાહ આપવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...