તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:ગુજરાતમાં 74 દિવસ બાદ ડિસ્ચાર્જ થનાર દર્દીઓ વધુ અને નવા કેસ ઓછા, આજે ભાજપ પશ્ચિમ બંગાળ હિંસાના વિરોધમાં ભાજપના ધરણાં

2 મહિનો પહેલા

નમસ્કાર
ગુજરાતના સ્થાપના દિનથી 1 મેથી જ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ છે. તો 74 દિવસ બાદ પહેલીવાર ડિસ્ચાર્જ થનાર લોકોનો આંકડો રાજ્યમાં વધુ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ડિસ્ચાર્જ થનારની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે. એ રીતે રાજ્ય માટે આ રાહતના સમાચાર છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

આ 3 ઘટના પર રહેશે નજર
1) પશ્ચિમ બંગાળ હિંસા મુદ્દે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા ધરણાં પ્રદર્શન
2) અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે
3) રાજ્યના 10 જિલ્લામાં 18થી 44 વર્ષ તેમજ 45થી 60 વર્ષ સુધીના લોકોનું વેક્સિનેશન વિવિધ જગ્યાએ યોજાશે

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) ગુજરાતમાં 74 દિવસ બાદ પહેલીવાર રિક્વર દર્દીઓ વધુ અને નવા કેસ ઓછા, 12,995 ડિસ્ચાર્જ અને 12,955 લોકોના રિપોર્ટ પોઝિટિવ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી અને 12થી 13 હજાર આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહીં અઢી મહિના એટલે કે 74 દિવસ બાદ પહેલીવાર નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. છેલ્લા 24 કલાકમાં 12,955 નવા કેસ નોંધાયા છે અને જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 12,995 રહી છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા કરતાં નવા કેસ કરતાં 40 વધારે છે. રાજ્યમાં અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે નોંધાતી હતી. છેલ્લા 6 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ 75.37 ટકા થયો છે
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાત કેન્દ્રના ભરોસે, કેન્દ્ર સરકાર કહેશે તો જ રાજ્યમાં લૉકડાઉન લાવશે, રાજ્યની પ્રજા કહેશે તો પણ નહીં જ લાદે
ગુજરાતમાં લૉકડાઉનની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી ચાલી રહી છે. રોજે રોજ રાજ્યની જનતા પૂછી રહી છે કે, લોકડાઉન કેમ આવતું નથી, બીજા રાજ્યો એ લગાવી દીધું છે. સુપ્રીમ કોર્ટ થી લઈને ડોકટરો, વેપારીઓ, અને સામાન્ય જનતા પણ લૉકડાઉનની તરફેણ કરી રહ્યાં છે. છતાં સરકાર કેમ લૉકડાઉન લગાવતી નથી? આ અંગે જાણવા મળ્યા મુજબ સરકાર ઓવર કોન્ફિડન્સ માં છે, કે વગર લૉકડાઉનએ કોરોના કાબુમાં લઈ લેશે, અથવા સરકારને ડર છે કે લોકડાઉન થી વેપાર ધંધા રોજગાર ઠપ્પ થઈ જશે, જેથી મજૂર અને ગરીબ જનતાને વેઠવું પડશે.
વાંચો સમાચાર વિગતવાર

3) ગામડામાં કોરોના પ્રત્યેની જાગૃતિનો અભાવ અને સામાજિક લાંછનનો ભય, સમયસર ટેસ્ટિંગ ન થતા સંક્રમણ વધ્યું અને સારવાર ન મળતા મૃત્યુ વધ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.હસમુખ એમ.ચાવડાએ ગામડામાં કોરોના કંઇ રીતે ઘૂસ્યો તે અંગે સ્ટડી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામ્ય પ્રજા સામાજિક એકલતાથી જીવી શકે એમ નથી માટે તેઓ પોતે સમાજમાં અછૂત ન બની જાય માટે કોરોના ટેસ્ટિંગ અને સારવાર લેવાનું ટાળે છે. જેનું ભયાનક પરિણામ આપણે જોઈ રહ્યાં છીએ. હમણાં હમણાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વકરતા વધુ ભયાનક પરિણામોનો સામનો આપણે કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ સુવિધાઓનો અભાવ પણ આવા પરિણામ માટે જવાબદાર છે તેવું કહી શકાય. જેના કારણે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના MBBSના છેલ્લા વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો, પોલીસે સુસાઇડ નોટ કબજે કરી
વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના છઠ્ઠા માળે આવેલા રૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનો રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત ફરતા રૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. જેથી તેણે તુરંત પોલીસને જાણ કરી હતી અને દરવાજો ખોલતા જ વિદ્યાર્થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેસી સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી
વાંચો સમાચાર વિગતવાર

5) જુહાપુરાની પરિણીતાના પારિવારિક ઝઘડામાં ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ ઉછળ્યું, અમદાવાદ પોલીસ કહે છે તપાસ કરીશું
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીએ આત્મહત્યાની ધમકી આપતો વીડિયો બનાવ્યો છે. હાલમાં વાઈરલ થયેલા આ વીડિયોમાં વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે કે, તેમની પુત્રવધુના ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે સબંધ છે અને તેના લીધે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓ હવે આત્મહત્યા કરવા માંગે છે. આ સમગ્ર બનાવ અંગે ઝોન 7 ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે, જે મહિલા પર આક્ષેપ છે તે ઈરફાન પઠાણની સ્વજન છે. તેમજ અગાઉથી પારિવારિક ઝઘડો ચાલે છે અને આ મહિલાએ તેના સાસરિયા પર દહેજનો કેસ કરેલો છે. તેમ છતાં આ વીડિયો બાબતે અમે તપાસના આદેશ આપ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) મુંબઈની હોસ્પિટલમાં 4 મહિનાના ધૈર્યરાજને 16 કરોડનું ઈન્જેક્શન અપાયું, બાળકનો જીવ બચાવવા બદલ પરિવારે તમામ લોકોનો આભાર માન્યો
મહીસાગરના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા 4 મહિનાનો ધૈર્યરાજસિંહને મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને 16 કરોડનું ઈન્જેક્શન અપાયું છે. ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ ધૈર્યરાજનો જીવ બચાવવામાં દાન આપનાર તમામ લોકોનો તેના માતા-પિતાએ આભાર માન્યો હતો. ધૈર્યરાજ (એસએમએ-1) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે. જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન લગાવવુ જરૂરી હતું,
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...