રાજ્યમાં કોરોનાના કેસો દિવસે દિવસે બે ગણા વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કેસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જોકે કોરોનાના કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવા કરતા હોમ આઇસોલેશનના કેસો વધુ આવી રહ્યા છે. લોકો હવે ઘરે જ સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદમાં જે પણ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય છે તેઓ ડોક્ટરને ઘરે બોલાવી અને ઘરે જ રિપોર્ટ કરાવી હોમ આઇસોલેશનમાં રહી સારવાર કરાવી રહ્યાં છે.
કોરોનાનાં સામાન્ય લક્ષણ હોવાથી ઘરે જ ટ્રીટમેન્ટ
ડોક્ટર એટ ડોરસ્ટેપના સીઈઓ મયુર કાનાબારના જણાવ્યા મુજબ, અમારી પાસે ઘરના કોઈ સભ્યને તાવ, શરદી કે ઉધરસ હોય તો અમારી કંપનીનો સંપર્ક કરીને ઘરે જ ડોક્ટર બોલાવી સારવાર મેળવે છે. રોજના આવા તાવ, ગળામાં દુઃખાવો, કફ જેવા લક્ષણોના 100 જેટલા કેસો મળે છે. જે મોટાભાગે કોરોના પોઝિટિવ આવે છે અને ઘરે હોમ આઇસોલેશનમાં રહી અને ડોક્ટરની સારવાર મેળવે છે. કોઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવા કેસ સામે આવ્યા નથી.
શરદી-તાવ જણાતાં યુવતી સહિત પરિવારે ઘરે RT-PCR કરાવ્યો
રાજય અને અમદાવાદમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા વધતા કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને પગલે લોકો સામાન્ય લક્ષણ જણાતાં ઘરે જ સારવાર વધુ લેતા હોય છે. અમદાવાદના એક વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીને તાવ, કફ અને શરદીના લક્ષણો હતા જેથી ડોક્ટર માટે તેઓએ ડોકટર એટ ડોર સ્ટેપમાં ફોન કરી તેઓએ મદદ માગતા ડોકટર દ્વારા તેઓના ઘરે જઈ મેડીકલ તપાસ કરવામાં આવી હતી.
ઘરમાંથી 3 સભ્ય પોઝિટિવ આવ્યા
કોરોનાનાં લક્ષણ જણાતાં તેઓને કોરોના ટેસ્ટ માટે જણાવવામાં આવ્યું હતું. કોરોનાના લક્ષણ હોવાથી સંપર્કમાં આવેલ પરિવારના સભ્યોએ પણ RTPCR ટેસ્ટ માટે તૈયારી દર્શાવી હતી. યુવતી તેમના પતિ અને નણંદનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તમામનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણેય પોઝિટિવ આવતા હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને તેઓને ઘરે જ સારવાર આપવામાં આવી હતી.
ડૉક્ટર એટ ડોરસ્ટેપે અત્યારસુધીમાં દોઢ હજારથી વધુ દર્દીઓને ઘરે સારવાર આપી
ડોક્ટર એટ ડોરસ્ટેપ નામની કંપની દ્વારા ડોકટર ઘરે બેઠા સારવાર આપે તેવી સુવિધા શરૂ કરાઇ છે. જેમાં 8238923960, 8238923962 નંબર પર ફોન કરી અને ડોક્ટરની સુવિધા મેળવી શકે છે. મયુર કાનાબારે વધુમાં જણાવ્યું કે, અમારી કંપની ડૉક્ટર એટ ડોરસ્ટેપે અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ દર્દીઓને ઘરે સારવાર આપી છે. કોરોનાના કેસો વધતા અમારી પાસે કોરોનાના લક્ષણો ધરાવતા ફોન વધુ આવે છે. મોટાભાગે ઓમિક્રોનના ટેસ્ટ માટે પણ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.