અનલોક-2 / રાજ્યના 20 જિલ્લા માટે અનલોક-1 જોખમી સાબિત થયું, મે મહિના કરતા જૂનમાં કેસમાં બે ગણો વધારો થયો

more cases increased in june compered may month in 20 district of gujarat
X
more cases increased in june compered may month in 20 district of gujarat

  • સુરત, નર્મદા, ભરૂચ, અમરેલી, આણંદ, વલસાડમાં કેસોનો રાફડો ફાટ્યો
  • અમદાવાદ, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા વધતા કેસોને રોકવામાં સફળ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:45 PM IST

અમદાવાદ. રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં તબક્કાવાર લોકડાઉનનો અમલ પણ કરવામાં આવ્યો હતો. જે વિસ્તારોમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા એ વિસ્તારોને ક્લસ્ટર, કન્ટેઇનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફાળવીને કેસને વધતા અટકાવવાનો અથવા તો સીમિત વિસ્તાર સુધી તેને રોકી રાખવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જોકે 1 જૂનથી રાજ્યમાં અનલોક-1ને અમલી બનાવવામાં આવ્યું હતું અને આજથી એટલેકે  1 જુલાઈથી રાજ્યમાં અનલોક-2નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે અનલોક એક રાજ્યના સુરત, ભરૂચ, અમરેલી સહિતના 20 જિલ્લાઓ માટે જોખમી સાબિત થયા છે. જેમાં કેસોની સંખ્યામાં બેફામ વધારો જોવા મળ્યો છે. જોકે અમદાવાદ સહિતના 8 જિલ્લાઓ અનલોક દરમિયાન કેસને કાબૂમાં લેવામાં સફળ રહ્યા છે. 

આ 20 જિલ્લાઓમાં કેસો વધ્યા
મે મહિનાની સરખામણીએ અનલોક-1વાળા જૂન મહિનામાં નોંધાયેલા કેસોનો આંકડો જોઇએ તો રાજ્યના 20 જિલ્લા એવા છે જ્યાં મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં સુરત, નર્મદા, ભરૂચ, અમરેલી, આણંદ, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, નવસારી, મોરબી, વડોદરા, ભાવનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, કચ્છ, ખેડા, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.

8 જિલ્લામાં કોરોના કેસો મેની સરખામણીએ ઘટ્યા
એવી જ રીતે રાજ્યના 8 જિલ્લા એવા છે જ્યાં મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં નોંધાયેલા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, બોટાદ, દાહોદ, ગીર-સોમનાથ, દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 3 જિલ્લા એવા પણ છે જ્યાં મે મહિનાની સરખામણીએ નહિવત કેસો વધ્યા છે. જેમાં છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી જિલ્લો છે. જ્યારે ડાંગમાં જૂન મહિનામાં 2 કેસ નોંધાયા છે. તો તાપી જિલ્લામાં પણ જૂન મહિનામાં 2 કેસ નોંધાયા છે. 

આ ત્રણ જિલ્લામાં મેની સરખામણીએ જૂનમાં નોંધાયેલા કેસોમાં નહિંવત વધારો છે

જિલ્લો જૂનના કેસ મેના કેસ
છોટા ઉદેપુર 22 20
પોરબંદર 9 7
અરવલ્લી 97 91

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી