લોકડાઉન / રાજ્યમાંથી અત્યારસુધીમાં 754 ટ્રેનો દોડાવી 11 લાખથી વધુ શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ

more 55 shramik special train running today from gujarat
X
more 55 shramik special train running today from gujarat

  • આજે મધરાત સુધીમાં 55 ટ્રેનો દોડાવવામાં આવશે
  • આજે બિહાર 29, યુપી 21, ઝારખંડ 3 અને છત્તીસગઢ માટે 2 ટ્રેનો જશે
  • ગુજરાતમાંથી અત્યારસુધીમાં ઉત્તરપ્રદેશ માટે 462, બિહાર માટે 126 ટ્રેનો દોડાવવામાં આવી
  • વધુ 55 ટ્રેનો મળી આજ મધરાત સુધીમાં કુલ 754 ટ્રેનો અન્ય રાજ્યોમાં જવા રવાના થઇ ગઇ હશે
  • આ ટ્રેનો મારફરતે અત્યારસુધીમાં કુલ 11 લાખ જેટલા લોકોને તેમના વતનમાં પહોંચાડાયા હશે

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 07:00 PM IST

ગાંધીનગર. દેશભરમાંથી પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જે હેઠળ ગુજરાતમાંથી આજે બીજી 55 ટ્રેનો રવાના થશે. તે પૈકી બિહાર 29, યુપી 21, ઝારખંડ 3 અને છત્તીસગઢ માટે 2 ટ્રેનો જશે. 85 હજાર શ્રમિકોને વતન મોકલાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાત સંપૂર્ણ દેશમાં પરપ્રાંતિયો માટે ટ્રેન ચલાવવામાં પ્રથમ રહ્યું છે.  2જી મેએ માત્ર ટ્રેન ચલાવવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં 31 લાખથી વધુ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. 10 લાખ 15 હજાર ગુજરાતમાંથી પોતના વતનમાં ગયા છે. 21મીએ મધ્યરાત્રી સુધીમાં 699 ટ્રેનો અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવી હતી. આજે વધુ 55 ટ્રેનો સાથે કુલ 754 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જવા માટે રવાના થઇ ગઇ હશે. આ ટ્રેનો મારફરતે 11 લાખ જેટલા લોકોને તેમના વતનમાં પહોંચાડાયા હશે. 

શુક્રવારે વધુ 55 ટ્રેનો દોડશે
22મી મે, શુક્રવાર મધ્યરાત્રી સુધીમાં વધુ 55 ટ્રેન દ્વારા 85 હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાં જવા રવાના થશે. તેમાં ઉત્તરપ્રદેશ માટે 21 ટ્રેન, બિહાર માટે 29 ટ્રેન, ઝારખંડ માટે 3 ટ્રેન અને છત્તીસગઢ માટે 2 ટ્રેન દોડશે. આ 55 ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. તેમાં અમદાવાદમાંથી 9 ટ્રેન, ભરૂચમાંથી 3 ટ્રેન, ગાંધીધામમાંથી 2 ટ્રેન, ગાંધીનગરમાંથી 1 ટ્રેન, જુનાગઢમાંથી 1 ટ્રેન, રાજકોટમાંથી 3 ટ્રેન, સુરતમાંથી 35 ટ્રેન અને વડોદરામાંથી 1 ટ્રેન મળી કુલ ૫૫ સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડશે.

ગઇકાલ સુધીમાં કુલ 699 ટ્રેનો દોડાવવામાં આવી
21મી મેની મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી પરપ્રાંતિય શ્રમિકો - કામદારોને વતન રાજ્ય મોકલવા માટે જે 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે, તેમાં ઉત્તરપ્રદેશ માટે 462, બિહાર માટે 126, છત્તીસગઢ માટે 10, જમ્મુ-કાશ્મીર માટે 1, ઝારખંડ માટે 24, મધ્યપ્રદેશ માટે 24, મહારાષ્ટ્ર માટે 1, મણીપુર માટે 1, ઓરિસ્સા માટે 40, રાજસ્થાન માટે 1, તમિલનાડુ માટે 2, પશ્ચિમ બંગાળ માટે 2, ઉત્તરાખંડ માટે 5 શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે 10 લાખ 15 હજાર જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.હાઈવે પરના પેટ્રોલપંપ 24 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે

સરકારે નાના માણસો, રોજિંદા કમાઇને ખાતા લોકોને,મધ્યવર્ગના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને જે છૂટછાટો આપવામાં આવી છે. તેનો પોતાની અને અન્યોની કાળજી લઇને ઉપયોગ કરી રહ્યાં છે. સરકાર જરૂરિયાત મુજબ છૂટછાટ આપવા માટે તૈયાર છે. ગઇકાલે એવી જાહેરાત કરી હતી કે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલી દુકાનો માટે ઓડ ઇવન નંબર લાગુ પડશે નહીં.  એક નિર્ણય લેવાયો હતો કે પેટ્રોલ સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. હાઇવે પર જે પેટ્રોલ પંપોને આ સમયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. જરૂર જણાય તો 24 કલાક ખુલ્લા રાખી શકાશે. 

લોકો સ્વેચ્છાએ નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે
લોકડાઉનના 4 તબક્કામાં જન જીવનને કેટલિક શરતો સાથે ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. આજે ઉદ્યોગ-ધંધો, વેપાર, ખાનગી ઓફિસ, નાની મોટી દુકાનો તમામ જગ્યાએ એક નવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો મોટાપ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળે છે. માસ્ક લગભગ તમામ લોકો બહાર જાય છે તે માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. અને મોટપાયે લોકોમાં નવી જીવન શૈલીને જવાબદારી પુર્વક પાલન કરી રહ્યાં છે. પહેલા દિવસે થોડાક ભીડઊભાડના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં મહદઅંશે સુધારો થઇ રહ્યો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી