તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેર સહિત રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. શહેરમાં રોજના 600 કેસો આવી થયા છે. શહેરમાં વધી રહેલા કેસોને પગલે નીચલી કોર્ટમાં પણ કોરોના વધ્યો છે. ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો કોર્ટમાં કોરોના વિસ્ફોટ થયો છે. મેટ્રો કોર્ટમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 3 કોર્ટ સ્ટાફ અને 1 લિફ્ટમેન કોરોના સંકમિત થયા છે. મેટ્રો કોર્ટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19 એ પહોંચી ગઈ છે.
મેગા લોક અદાલત મોકૂફ રખાઈ છે
નીચલી કોર્ટોમાં કોરોનાના કેસ વધતા 10 એપ્રિલના રોજ રાજ્યની કોર્ટોમાં યોજાનારી મેગા લોક અદાલત પણ મોકૂફ રખાઈ છે. કોરોનાની અસર ન્યાયતંત્ર પર વર્તાઇ છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોક અદાલત મોકૂફ રાખવાની ફરજ પડી છે.
શનિવારે ચીફ જજ સહિત 2 જજ સંક્રમિત થયા હતા
અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા હતા.. ઘી કાંટા મેટ્રો કોર્ટના CJM એ.વાય. દવે સહિત બે જજ અને સ્ટાફ પોઝિટિવ આવ્યા હતા. કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચ્યો હતો. રાજ્યની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી હતી, ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શક્યતા રહેલી છે.
હાલ વકીલોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે
ઉપરાંત રાજ્યમાં જે રીતે 45 વર્ષથી વધુ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે કોર્ટમાં પણ વકીલોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. કોર્ટમાં 45 વર્ષથી ઉપરના વકીલોને પણ વેક્સિન આપવામાં આવે છે.
10 દિવસથી 600થી વધારે કેસ નોઁધાયા
શહેર અને જિલ્લામાં સતત 10 દિવસથી 600થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે સાંજે પૂરા થતાં 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 676 નવા કેસ અને 608 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,370 પર પહોંચ્યો છે. 3 એપ્રિલની સાંજથી 4 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 664 અને જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 600 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 75,210 થયો છે. જ્યારે 70,564 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.