તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામાં ગરીબો વધ્યાં!:FCIના આંકડામાં ઘટસ્ફોટ - સરકારનો દાવો, અડધા ગુજરાતે બે મહિના મફતનું અનાજ ખાધંુ છે

અમદાવાદ21 દિવસ પહેલા
  • ગરીબ લોકોને દર મહિને 5 કિલો અનાજ અપાય છે, જેમાં 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા સામેલ
  • FCIએ કહ્યું, મે અને જૂનમાં રાજ્યના 3.41 કરોડ લોકોને 1167 કરોડના 3.42 લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખા મફત અપાયા
  • રાજ્યની વસતી 6.79 કરોડ છે, સરકારના કહેવા મુજબ 3.41 કરોડને માથાદીઠ દર મહિને 5 કિલો અનાજ મફત અપાયું છે
  • ગરીબોને નવેમ્બર સુધી સહાય વધારવામાં આવી
  • મે-જૂનનું વિતરણ પૂરું, હવે જુલાઈનું શરૂ કરાશે, નવેમ્બર સુધી લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ અપાશે

રાજ્યમાં મે અને જૂન મહિનામાં 3.41 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફતમાં અનાજની વહેંચણી કરવામાં આવી છે. પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, ગુજરાતની અંદાજિત વસતી 6.79 કરોડ છે. એટલે કે રાજ્યની અડધી વસતીને દર મહિને મફતમાં 5 કિલો અનાજ આપવામાં આવે છે. મે અને જૂન મહિનામાં 3 કરોડ 41 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. એફસીઆઈ દ્વારા 2.39 એલએમટી (લાખ મેટ્રિક ટન) અને 1.03 એલએમટી (લાખ મેટ્રિક ટન) ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બે મહિના દરમિયાન રૂ. 1167 કરોડના અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. એફસીઆઇના જનરલ મેનેજર અસીમ છાબડાએ આ વાતને અનુમોદન આપ્યું હતું કે, દર મહિને 3.41 કરોડને દર મહિને મફતમાં અનાજ અપાય છે જે અંદાજે રાજ્યની અડધી વસતી જેટલા લોકો થાય છે.

નવેમ્બર સુધી લંબાવાયેલી યોજનામાં ગુજરાત માટે 5.98 એલએમટી ઘઉં અને 2.56 એલએમટી ચોખા ફાળવવામાં આવ્યા છે. આગામી સમયમાં રૂ. 2914 કરોડના અનાજની વહેંચણી કરવામાં આવશે. દાદરાનગર હવેલી અને દીવ-દમણ માટે 1316 મેટ્રિક ટન ઘઉં અને 4599 મેટ્રિક ટન ચોખા ફાળવવામાં આવ્યા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2020માં એનએફએસએ હેઠળ આવતા લોકોને 5 કિગ્રા અનાજ આપવામાં આવતું હતું, જે બીજી લહેર પૂરી થતાં હવે નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે.

મફત અનાજ લેનારની સંખ્યામાં ધરખમ વધારો થયો
ગુજરાતમાં કોરોનાનાં સમયમાં સરકાર દ્વારા ગરીબ લોકોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોરોનાની બન્ને વેવમાં ગરીબ લોકોને અનાજ આપવામાં આવ્યું હતું. કોરોનાની શરૂઆત થતાં લોકો બેરોજગારી અને ભૂખના લીધે બૂમો પડતા હતા. ત્યારે હવે બીજા વેવ ગરીબોની સ્થિતિ એવીને એવી જ છે. જ્યારે ગરીબની સંખ્યા વધી છે. 2020માં 3 કરોડ 24 લાખ લોકો મફત અનાજ લેતા હતા. તે વધીને હવે 3 કરોડ 41 લાખ દર મહિને થયા છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ગુજરાત રાજ્ય બ્રાન્ચ દ્વારા માહિતી અપાઈ
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ગુજરાત રાજ્ય બ્રાન્ચ દ્વારા માહિતી અપાઈ

નવેમ્બર સુધી ગરીબનો 5 કિલો અનાજ અપાશે
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આજે જણાવ્યું હતું કે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2020માં એનએફએસએ હેઠળ આવતા લોકોને 5 કિગ્રા અનાજ આપવામાં આવતું હતું. જે બીજી વેવ પૂરી થતાં હવે નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે. અત્યાર સુધી દર મહિને આ રીતે 3 કરોડ 41 લાખ લોકોને લાભ આપવામાં આવે છે. જ્યારે અગાઉના વર્ષમાં આ સંખ્યા 3 કરોડ 24 લાખ હતી.

નવેમ્બર સુધી અનાજના સંગ્રહ અને વિતરણની અસીમ છાવડાએ માહિતી આપી હતી
નવેમ્બર સુધી અનાજના સંગ્રહ અને વિતરણની અસીમ છાવડાએ માહિતી આપી હતી

અનાજના જથ્થાના સ્ટોરેજ વ્યવસ્થા અને સતત વોચ
બીજી તરફ હાલ આ લોકોને આપવા માટેનો સ્ટોક માટે સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સાથે ક્વોલિટી મેઇન્ટેઇન કરવા માટે સ્ટાન્ડર્ડ ધોરણ પણ બનાવવામાં આવ્યા છે. તેની સાથે દરેક જગ્યાએ વોચ રાખવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

71 લાખ પરિવારોના 3.41 કરોડ લાભાર્થીઓને વિતરણ
અન્ન-નાગરિક પુરવઠા નિયામક તુષાર ધોળકિયાએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતમાં એનએફએસએના 71 લાખ પરિવારોના 3.41 કરોડ લાભાર્થીને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનું વિતરણ કરાય છે. હવે જુલાઈનું વિતરણ કરાશે. નવેમ્બર સુધી લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર મારફતે લાભાર્થીઓને અનાજનું વિતરણ થાય છે.

રવીપાક 2021-22 દરમિયાન ઘઉંની રેકોર્ડ ખરીદી કરાઈ છે
સમગ્ર દેશમાં 2021-22 દરમિયાન એફસીઆઈ/રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા 433 એલએમટીની રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં 1.7 એલએમટી ઘઉંની ખરીદી કરવામાં આવી છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ગયા વર્ષની તુલનામાં 120%થી વધુનો વધારો છે. 37,૦૦૦ ખેડુતોને ફાયદો થયો છે, જેમના ઉત્પાદનો ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) પર લેવાયા છે.

રાજ્ય સરકારે લાભાર્થીઓની યાદી તૈયાર કરાઈ છે
સરકાર દ્વારા ગ્રામીણ-શહેરી વિસ્તારોમાં વિધવાઓ, અસ્થાયી બીમાર વ્યક્તિઓ, અપંગ વ્યક્તિઓ, 60 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ જેમને નિર્વાહનું કોઇ સાધન ન હોય. આદિજાતિ સમૂહો, ભૂમિ વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડુતો, કુંભારો, વણકર, લુહાર, સુથાર, ઝૂંપડપટ્ટીવાસીઓ, કુલીઓ, રિક્ષાચાલકો સહિત અનૌપચારિક ક્ષેત્રે રોજિંદા ધોરણે રોજગાર મેળવનારાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...