તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • More 1 Km Long Vaishnodevi Bridge Connecting Ahmedabad To Gandhinagar Ready, Union Home Minister Amit Shah Will Open It To The Public Tomorrow Morning

ડ્રોન નજારો:અમદાવાદ-ગાંધીનગરને જોડતો 1.5 કિ.મી. લાંબો વૈષ્ણોદેવી બ્રિજ તૈયાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે જનતા માટે ખુલ્લો મુકશે

અમદાવાદએક મહિનો પહેલા
આજે સવારથી બંને ફ્લાય ઓવરબ્રિજના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
  • ખોરજ-ખોડિયાર કન્ટેનર ડેપો પાસે બનેલો ફ્લાય ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે

અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમવારે સવારે 10 વાગ્યે આ ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે. રૂ. 28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન પણ કરશે. આજે સવારથી બંને ફ્લાય ઓવરબ્રિજના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છારોડી SGVP ગુરુકુલ ગેટ પાસે કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગર અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આવતીકાલથી શરૂ થશે
ગાંધીનગર અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આવતીકાલથી શરૂ થશે

દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે
વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાયઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પુરી કરવા માટે મર્યાદિત સમય હતો. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફલાયઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આવતીકાલથી શરૂ થશે. જેથી દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ફ્લાય ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી તેના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે
ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી તેના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે

હવે 45 નહીં માત્ર 20થી 25 મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર
અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 6 પૈકી 4 ફલાયઓવર હવે બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી તેના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાંથી ઘણાં બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.

ટ્રાફિકનું ભારણ જોઈને અંડરબ્રિજ પણ બનશે
આ અગાઉ વૈષ્ણોદેવી સર્કલ પાસે માત્ર ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે આ ટ્રાફિકનું ભારણ જોઈને અંડરબ્રિજ પણ બનશે. અગાઉ વૈષ્ણોદેવી સર્કલ પર SG હાઈવેના ટ્રાફિક માટે ઓવરબ્રિજ બનાવવાનો હતો, પરંતુ SP રિંગ રોડ પર ઉત્તર અને મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રનો પણ ટ્રાફિક રહેતો હોવાથી ત્યાં ભારણ વધી રહ્યું છે, જેથી ઓવરબ્રિજની સાથે નીચે અંડરબ્રિજ માટે ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

અડાલજ નર્મદા કેનાલ પરના હયાત બ્રિજને છ લેનમાં ફેરવાશે
આવનારા સમયમાં આ સર્કલની આસપાસ વસતિની ગીચતા વધશે ત્યારે સ્થાનિક અને હેવી ટ્રાફિકનું ભારણ વધી શકે છે, આથી રિંગ રોડના ટ્રાફિકને અંડરબ્રિજથી, SG હાઈવેના ટ્રાફિકને ઓવરબ્રિજથી અને લોકલ ટ્રાફિકને સર્ફેસથી મેનેજ કરવા આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક ખોરજ-ખોડિયાર રેલવે, અડાલજ નર્મદા કેનાલ પરના હયાત બ્રિજને છ લેનમાં ફેરવાશે. ખોડિયાર ક્ધટેનર ડેપો અને અદાણી શાંતિગ્રામ ક્રોસ રોડ એમ બે સ્થળે લોકલ ટ્રાફિક માટે અંડરપાસ પણ બનશે.