તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરી:ફેફસાં-શ્વાસનળી વચ્ચે ગાંઠ હોવાથી પાંચ મહિનાના બાળકનું હૃદય ધબકતું બંધ થયું, 10 દિવસ ઓક્સિજન પર રહ્યું, ડોક્ટરોએ 15 દિવસ સારવાર કરી નવજીવન આપ્યું

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાંચ મહિનાના નવજાત બાળકની સર્જરી કરવામાં આવી. - Divya Bhaskar
પાંચ મહિનાના નવજાત બાળકની સર્જરી કરવામાં આવી.
 • અત્યંત જોખમ ભરેલી બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી

મોરબીમાં રહેતા એક પરિવારના પાંચ મહિનાના બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું, પરંતુ તેની હાલત સમય જતાં વધુ નાજુક થતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. રાજકોટમાં તબીબોને રાજવીર નામના બાળકને હૃદય સંબંધિત તકલીફો અતિગંભીર જણાતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં બાળકનાં ફેફસાં અને શ્વાસનળી વચ્ચે ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

આ બાળકને લઈને તેનાં માતા-પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યાં હતાં. સિવિલની મેડિસિટીમાં એકાએક આ શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હૃદયના ઘબકારા અપ્રમાણસર બન્યા હતા. ત્યારે મધ્યાંતરે વિવિધ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તબીબી સારવાર ચાલી રહી હતી, એવામાં હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી યુ.એન.મહેતા હૃદયરોગ હોસ્પિટલના તબીબોની સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા કૃત્રિમ રીતે હૃદય પર દબાણ ઊભું કરી એને પુન:ધબકતું કરવામાં આવ્યું. રાજવીરના હૃદયને આ રીતે પુન:ધબકતું કરવામાં આવ્યું.

રાજવીરને તેનાં માતા-પિતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.
રાજવીરને તેનાં માતા-પિતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.

ગાંઠને લીધે રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઈ રહી હતી
રાજકોટથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જઈ રહ્યા હતા ત્યારે રાજવીરના હૃદયના ધબકારા નાજુક બનતાં તેને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિકસપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ. સીટી સ્કેન કરાતાં જાણવા મળ્યું કે છાતીના ભાગમાં 6X5X4 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી, જે રાજવીરનાં ફેફસાં અને મુખ્ય શ્વાસનળી પર દબાણ ઊભું કરી રહી હતી. એ કારણોસર રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઈ રહી હતી.

સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે.
સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે.

આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે
રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતાં તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠની સારવારની આકસ્મિક જરૂરિયાત ઊભી થતાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે જે જન્મજાત જ હોય છે, પરંતુ સમય જતાં તેના કદમાં વધારો થતો જાય છે, જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જોખમી માનવામાં આવે છે. બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાજવીરનાં માતા-પિતાને સમજાવવામાં આવી.
સર્જરી દરિમયાન 6X5X4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી
આ પ્રકારની સર્જરીમાં નિષ્ણાત તબીબોની હાજરી અનિવાર્ય હોઈ, સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને મદદનીશ પ્રાધ્યાપક ડો.મહેશ વાઘેલાએ રાજવીરની સર્જરી કરવાનું બીડું ઉપાડીને નવજીવન બક્ષવા કટિબદ્ધ થયા. એનેસ્થેસિયા વિભાગનાં મદદનીશ પ્રાધ્યાપક ડો.ભાવના રાવલના સહયોગથી સમગ્ર ટીમે અત્યંત જોખમી એવી બ્રોન્કોજેનિક સિસ્ટની સર્જરી હાથ ધરી. સર્જરી દરમિયાન 6X5X4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી. આ ગાંઠ ફેફસાં અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી, જે કારણેસર જ રાજવીરને શ્વાસ લેવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી.

લાંબી સારવાર બાદ રાજવીર સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યો.
લાંબી સારવાર બાદ રાજવીર સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યો.

15 દિવસની સારવાર બાદ રાજવીર ઘરે પરત ફર્યો
રાજવીરની સર્જરી કર્યા બાદ બાળરોગ વિભાગનાં વડા ડૉ. બેલા શાહ, સહ-પ્રાધ્યાપક ડૉ. સૂચેતા મુનશી, મદદનીશ પ્રાધ્યાપક ડૉ. અનુયા ચૌહાણના માર્ગદર્શન હેઠળ 1 દિવસ વેન્ટિલેટર પર અને 10થી વધુ દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. આ દરમિયાન બાળકને રાયલ્સ ટ્યૂબ એટલે કે નળી વાટે દૂધ પિવડાવવામાં આવતું હતું, જે 10 દિવસની સારવાર બાદ રાજવીરને માતાનું ધાવણ મળતું થયું. 10થી 15 દિવસની લાંબી સારવાર અને ભારે જહેમત બાદ રાજવીર સંપૂર્ણપણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યો.
શું છે બ્રોન્કોજેનિક સિસ્ટ ?
બાળકનો ગર્ભમાં જ્યારે વિકાસ થઈ રહ્યો હોય છે ત્યારે શ્વાસનળીની રચના દરમિયાન શરીરમાં ઘટકો છૂટા પડતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જૂજ કિસ્સામાં ઘટકો શ્વાસનળીની બહાર પડી જતા ગાંઠની રચની થવા લાગે છે, જે સમય જતાં વિશાળકાય સ્વરૂપ ધારણ કરે છે. આ તકલીફની સમયસર સર્જરી કરવી અતિઆવશ્યક બની રહે છે. અમુક કિસ્સામાં આ ગાંઠમાં જો પાણી ભરાઇ જાય અથવા ઇન્ફેક્શન લાગે ત્યારે અન્ય અંગોમાં એ દબાણ ઉતપન્ન કરે છે, જે કારણોસર દર્દી અત્યંત કપરી પરિસ્થિતિમાં મુકાઇ જાય છે. જીવ ગુમાવવાનું પણ જોખમ રહેલું હોય છે. આ પ્રકારના કિસ્સા 50થી 60 હજારે એક બાળકમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો