તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Morbid Comorbid Does Not Disclose Patient Data Despite A High Court Order; More Deaths Of Patients Suffering From Diseases Like Heart Disease, Diabetes

આ સરકાર ક્યારે સુધરશે?:હાઇકોર્ટના આદેશ છતાં મોર્બિડ-કોમોર્બિડ દર્દીનો ડેટા જાહેર કરતી નથી; હૃદયરોગ, ડાયાબિટીસથી પીડાતા દર્દીનાં વધુ મોત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • માત્ર કોરોના અને અન્ય રોગોના દર્દીઓનો ડેટા અલગ કરવા કોર્ટે આદેશ કર્યો હતો

ગુજરાત હાઇકોર્ટના આદેશ પણ મ્યુનિ. તંત્ર માત્ર કોરોના થયેલા દર્દીઓ અને કોરોના સાથે અન્ય અગાઉના રોગ હોય તેવા દર્દીઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી એના આંકડા અલગ કરી શક્યું નથી. જે નાગરિકોને માત્ર કોરોના જ થયો હોય અને તેને અગાઉ કોઇ બીજો રોગ ન હોય તેવા મોર્બિડ દર્દીઓની સંખ્યા તેમજ જે દર્દીઓને કોરોના થયો હોય, પણ તેમને અગાઉથી ડાયાબિટીસ, હૃદયરોગ, બીપી જેવા દર્દ હોય તેવા દર્દીઓના અલગ ડેટા તૈયાર કરવા માટે અગાઉ હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો.

આંકડા ઓછા બતાવવા અનેક ગતકડાં
ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોના થવાને કારણે મૃત્યુનું પ્રમાણ મુખ્યત્વે હૃદયરોગ, ડાયાબિટીસ તેમજ અન્ય રોગથી પીડાતા દર્દીઓમાં વધારે જોવા મળે છે, જ્યારે અન્ય રોગ નહીંં ધરાવતા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ ઓછું હોય છે. હાઇકોર્ટ સમક્ષ આ બાબતે અગાઉ પણ રજૂ થઇ હતી કે કોમોર્બિડ દર્દીઓના મૃત્યુમાં કોરોનાને બદલે અન્ય દર્દથી મૃત્યુ દર્શાવાય છે. એમ કહીને તંત્ર કોરોનામાં મૃત્યુના આકડા ઓછા બતાવી રહ્યા છે.

વિવિધ રોગથી પીડાતા હોસ્પિટલાઇઝ્ડ
હાઇકોર્ટ દ્વારા આ બંને પ્રકારના દર્દીઓની અલગ-અલગ ડેટા બનાવી એને નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થાય એમ કરવા નિર્દેશો કર્યા હતા. જોકે આ નિર્દેશને એક મહિના જેટલો સમય થવા છતાં મ્યુનિ. દ્વારા કોઇ યોગ્ય પગલાં લીધાં નથી. ઉલ્લેખનીય છે કે શહેરમાં વિવિધ રોગથી પીડાતા નાગરિકોનું હોસ્પિટલાઇઝેશન વધારે છે. જ્યારે માત્ર કોરોના થયો હોય તેવા દર્દીઓ મુખ્યત્વે હોમ આઇસોલેશનમાં કેટલીક ટ્રીટમેન્ટ સાથે સાજા થઇ જતા હોય છે.

અનેક કોમોર્બિડ કોરોના મૃત્યુ રૂટિનમાં ખપાવાયા
અનેક કોમોર્બિડ કોરોના મૃત્યુ રૂટિનમાં ખપાવાયા. મ્યુનિ. તંત્ર દ્વારા સામાન્ય રીતે માત્ર કોરોના થયો હોય, એ બાદ જે લોકોનાં મૃત્યુ થયા હોય એમાં પણ જો દર્દી કોમોર્બિડ હોય તો તેના મૃત્યુને કોરોનામાં મોત ગણવાના બદલે અન્ય બીમારીના કારણે મૃત્યુ થયું હોવાનું દર્શાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને હૃદય બંધ પડી જતાં મૃત્યું થયું હોવાનું દર્શાવવામાં આવે છે. નોંધનીય છે કે સ્મશાનના ચોપડે પણ આવા મૃતકોનાં મૃત્યુ કોરોનાથી થયું હોવાનું દર્શાવવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...