મોર્નિંગ ન્યૂઝ બ્રીફPM મોદી અમદાવાદ-ઉદયપુરની ટ્રેનને આપશે લીલીઝંડી:મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 141 લોકોનાં મોત; PMએ એરફોર્સના વિમાન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 31 ઓક્ટોબર, કારતક સુદ સાતમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) PM મોદી આજે અમદાવાદમાં, અસારવા ખાતે રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે એ બાદ જાહેર સભા સંબોધશે.
2) સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી
3) PM મોદી આજે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલિ આપીને શ્રદ્ધા સુમન અર્પણ કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા: મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) PM મોદીએ એરફોર્સના વિમાન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, સંબોધનમાં કહ્યું- 'ભારતમાં જ્યારે મોટા પેસેન્જર પ્લેન બનતાં હશે, જેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા'
વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM મોદીએ ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધન શરૂ કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે 'હું એ દિવસ જોઈ રહ્યો છું, જ્યારે મોટા પેસેન્જર પ્લેન ભારતમાં બનતાં હશે, જેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા'.
વાંચો સમાચાર વિગતવાર

3) હવે PAASના કથીરિયા AAPના: 'આપ'ના સુપ્રીમોએ ગારિયાધારથી કહ્યું- કાળા ઝંડા બતાવી મારો વિરોધ કર્યો, પણ યાદ રાખજો તમારાં બાળકો માટે સ્કૂલો તો કેજરીવાલ જ બનાવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માન બંનેએ ભાવનગરના ગારિયાધારમાં સભા સંબોધી હતી. કેજરીવાલે અલ્પેશ કથીરિયાને 'આપ'નો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) મન કી બાતનો 94મો એપિસોડ: મોદીએ કહ્યું- ગુજરાતનું મોઢેરા ગામ દેશનું પ્રથમ સૂર્ય ગામ, ગામવાસીઓને વીજળીનું બિલ નથી આવતુ, પણ વીજળીથી કમાણીનો ચેક મળી રહ્યો છે
રવિવારે મન કી બાતમાં PM મોદીએ સંબોધન કર્યુ હતુ. મન કી બાતને 94મો એપિસોડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરતા સૌ પ્રથમ દેશવાસીઓને છઠ પર્વની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે આ તહેવાર સ્વચ્છતા પર ભાર મુકે છે. PMએ સંબોધન કરતા કહ્યું કે આજે દેશના ઘણા ભાગોમાં સૂર્ય ઉપાસનાનો મહાપર્વ છઠ ઉજવવામાં આવી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) સોમાલિયા એજ્યુકેશન મિનિસ્ટ્રીની બહાર વિસ્ફોટ: 2 ગાડીમાં બ્લાસ્ટ થયો; 100નાં મોત, 300થી વધુ ઘાયલ
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એજ્યુકેશન મિનિસ્ટ્રીની બહાર બ્લાસ્ટ થયો છે. શનિવારે થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધી 100 લોકોની મોત થઈ ચૂકી છે. 300થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ, કોઈ સંગઠને આની જવાબદારી લીધી નથી. પરંતુ રાષ્ટ્રપતિ હસન શેખ મોહમ્મદે આ હુમલા માટે ઈસ્લામિક આતંકવાદી જૂથ અલ-શબાબ પર આરોપ લગાવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) 'આપ'ના ભાજપ પર આકરા પ્રહાર: ડેડિયાપાડામાં કેજરીવાલે કહ્યું- ભાજપ સરકારે ગુજરાતને લુંટી લીધી, જનતાના બધા પૈસા એમના મોઢામાં હાથ નાખીને પાછા કાઢીશું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે 25 હજારની જનમેદનીની જંગી જાહેરસભા સંબોધી હતી. ડેડીયાપાડા આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભાએ ભાજપ, કોંગ્રેસ અને બીટીપીની ચિંતામાં વધારો કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

7) પેન્ટાગોનનો નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી દસ્તાવેજ જાહેર: ચીનને કાબૂમાં રાખવા અમેરિકા ભારત સાથે સુરક્ષા કરારો કરશે
અમેરિકાના સંરક્ષણ વિભાગના કાર્યાલય પેન્ટાગોને ડિફેન્સ સ્ટ્રેટેજીથી સંબંધિત માર્ચમાં બાઇડેન વહીવટીતંત્રને સોંપેલા ગોપનીય દસ્તાવેજોને જાહેર કર્યા છે. તેમાં અમેરિકાએ ભારત અને ચીન વચ્ચે તણાવને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પેન્ટાગોને વ્યૂહાત્મક ઉપરાંત પરમાણુ સમીક્ષા તેમજ મિસાઇલ ડિફેન્સ સમીક્ષા પણ જારી કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) એકસાથે 50થી વધુને રહસ્યમય રીતે હાર્ટ-એટેક: પ્રત્યક્ષદર્શીએ કહ્યું- અચાનક કેટલાક લોકો બૂમો પાડવા લાગ્યા- ધક્કો મારો, ધક્કો મારો અને લોકો એક-બીજા પર પડવા લાગ્યા
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મોડી રાત્રે હેલોવીન ફેસ્ટીવલ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. ઇટાવોન ટાઉનમાં આ દુર્ઘટનામાં 151 લોકો મૃત્યુ પામ્યા હતા. 2 હજારથી વધુ લોકો ગુમ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સાંકડા રસ્તા પર લાખો લોકો એકઠા થયા બાદ નાસભાગ મચી ગઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) PMના પ્રવાસને પગલે વૈકલ્પિક રૂટ: વડાપ્રધાનના કાર્યક્રમ આસપાસના રૂટ પરનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો, પોલીસે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો
2) દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષને ધમકી:સ્વાતિ માલીવાલે કહ્યું- 'રામ રહીમના અનુયાયીઓ ધમકાવી રહ્યા છે, હિંમત હોય તો સામે આવી ગોળી મારો'
3) ફિલીપાઇન્સમાં વરસાદી તારાજીમાં 72 લોકોનાં મોત:ભયંકર વાવાઝોડા બાદ ભારે વરસાદ, 33 ઇજાગ્રસ્ત અને 14 ગુમ થયા, અનેક મકાનો પણ તણાયા
4) સાઉથ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલમાં અફરાતફરી:151 લોકોનાં મોત થયા, 150થી વધુ ઇજાગ્રસ્ત, કેટલાયને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો
5) ભારત જોડો યાત્રામાં 'દોડ' અને પછી 'ડાન્સ':તેલંગાણામાં મળવા આવેલા છોકરાઓ સાથે રાહુલ ગાંધી દોડ્યા, ઝડપ એટલી કે બધાને પાછળ છોડ્યા
6) અમદાવાદમાં કેબિનેટ મંત્રી સામે જ મોરચો મંડાયો: પ્રદીપ પરમાર સામે 70થી વધુ ભાજપના દાવેદાર, મંત્રી જગદીશ પંચાલ સામે ચાર જ દાવેદાર
7) જલારામ બાપાની 223મી જન્મ જયંતિ: સુરતના ગભેણી ગામથી 200થી વધુ ભાવિકો પગપાળા 13 દિવસે વીરપુર પહોંચ્યા, 15 વર્ષથી ઉજવણી કરવા આવે છે
8) દિલ્હીના CM કેજરીવાલ ધોરાજીમાં: ‘ગુજરાતમાં AAPની 90-92 સીટ આવી રહી છે, પણ આટલાથી નહીં ચાલે, આ લોકો સરકાર નહીં ચાલવા દે, 150 સીટ આવવી જોઇએ’

આજનો ઇતિહાસ
1875 : દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ, 2018માં PM મોદીના હસ્તે કેવડિયામાં SoUનું લોકાર્પણ
1984 : ભારતની પહેલી અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના તેમના શીખ બોડીગાર્ડના હાથે હત્યા

આજનો સુવિચાર
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચાર, વાણી, વર્તનને એના યથાયોગ્ય સ્થાને મૂકવી. – જે. કૃષ્ણમૂર્તિ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...