જામીન અરજી:મોન્ટુ નામદારે ફરી વખત કરેલી જામીન અરજી રદ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામીન મેળવવા પત્નીના ઓપરેશનનું બહાનું કર્યું
  • ઓપરેશનની​​​​​​​ તારીખ લીધી નહીં હોવાનું કોર્ટનું તારણ

ખાડિયાના ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની જાહેરમાં હત્યા કરનાર મોન્ટુ નામદારે ફરી વખત બીમાર પત્નીના ઓપરેશન કરાવવા માટે 30 દિવસના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ વખતે પણ મોન્ટુના પત્નીએ હોસ્પિટલમાં માત્ર એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ ઓપરેશન માટે ડોકટરની એપોઈન્મેન્ટ લીધી ન હતી. જે વાતને ધ્યાનમાં રાખીને કોર્ટે ફરી એક વખત મોન્ટુની જામીન અરજી નામંજૂર કરી હતી.

મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચંદ્ર ગાંધીએ 30 દિવસના જામીન માટે કોર્ટમાં અરજી કરતાં રજૂઆત કરી હતી કે પત્ની નમ્રતા ગંભીર પ્રકારના રોગથી પીડાય છે. તેને પૈસા તેમજ તેની દેખરેખવાળું કોઈ નથી. જેથી જામીન આપવા જોઈએ. જ્યારે સામે પક્ષે પોલીસે જામીન અરજી રદ કરવા એવી દલીલ કરી હતી કે, નમ્રતાની સારવાર કરનાર ડોકટરનું નિવેદન લીધંુ હતંુ. તેમણે કહ્યું હતંુ કે, નમ્રતાબહેનના ઢીંચણમાં દુખાવો થતો હોવાથી તેમણે 3 સપ્ટેમ્બર 2022ના રોજ એમઆરઆઈ કરાવવા સલાહ આપી હતી. ત્યારબાદ નમ્રતા રિપોર્ટ બતાવવા હોસ્પિટલ ગયાં નથી કે ઓપરેશનની કોઈ તારીખ લીધી નથી. જેથી સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ બેનાબહેન શાંતિલાલ ચૌહાણે મોન્ટુની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...